Delhi News: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે માલવીય નગરના રહેણાંક વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 10  છોકરીઓ પણ મળી છે. પકડાયેલા પાંચ આરોપીમાંથી ત્રણ વિદેશમાં રહે છે, જ્યારે તમામ છોકરીઓ ઉઝબેકિસ્તાનનની રહેવાસી છે.


અજાણ્યા શખ્સ જોડે વાત નહોતા કરતા કે નહોતું કોઈ વોટ્સએપ ગ્રુપ


દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના ડીસીપી વિચિત્ર વીરે જણાવ્યુ, તેમની ટીમને અજાણ્યા શખ્સો દ્વારા માલવીય નગરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે રેકેટ અંગે માહિતી મેળવવા કોશિશ કરી. ગેંગના લોકો એટલા ચાલાક હતા કે તેઓ કોઈ અજાણ્યા શખ્સ જોડે વાત કરતા નહોતા અને તેમનું રેકેટની જેમ તેમનું કોઈ વોટ્સએપ ગ્રુપ પણ નહોતું. જે બાદે પોલીસ આ ગેંગના સભ્ય સાથે વાત કરી અને એક પોલીસવાળાને કસ્ટમર બનાવી ત્યાં મોકલ્યો.


ઉઝબેકિસ્તાનથી છોકરીઓને ભારતમાં નોકરીની લાલચે લવાતી હતી


જે બાદ પોલીસવાળા અંદર જઈને છોકરીઓ જોઈ અને બહાર રહેલી ટીમને ઈશારો કર્યો. જે બાદ ટીમે રેડ કરીને 5 આરોપીને  ઝડપી લીધા. પાંચમાંથી એક ઉઝબેકિસ્તાનનો રહેવાસી છે. તે નોકરી અપાવવાની લાલચ આપીને છોકરીને જાળમાં ફસાવી ભારત મોકલતો હતો. આ છોકરીઓ ભારત આવીને અજિજા તથા અહમદને મળતી હતી. આ બંને છોકરીઓને સેક્સ રેકેટમાં ધકેલવાનું કામ કરતા હતા. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.


પકડાયેલા આરોપીના નામ



  • મોહમ્મદ અરૂપ

  • ચંદે સાહિની ઉર્ફે રાજુ

  • અલી શેર તિલદાદેવ

  • અજીજા જુમાયેવા

  • મેરેદોબ અહમદ


પોલીસે કહ્યું, તમામ વિદેશીઓને ભારતમાં રહેવા માટે તેમના વિઝા અને પાસપોર્ટ રજૂ કરવા કહેવાયું, પરંતુ તેઓ આમ કરવામાં સફળ ન થયા.