અમદાવાદઃ શહેરમાં માનવ અંગો મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીના કેસનો પર્દાફાશ કરતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નિલેશ જોશી નામના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે નિવૃત ક્લાસ-2 અધિકારી નિલેશે જ પુત્રની હત્યા કર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહી નિલેશે પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. પોલીસે નિલેશે તેના પુત્રની હત્યા ક્યાં કરી અને માથુ અને હાથ ક્યાં નાખ્યા તેની તપાસ શરૂ કરી છે.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. આ કોનું ધડ છે તે શોધવા પોલીસ પ્રયાસ કરી રહી હતી. તેને ગણતરીના કલાકો થયા તેટલામાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરી હતી. બાદમાં એક શંકાસ્પદ સીસીટીવીમાં દેખાતા વૃદ્ધને શોધવા માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચ કામે લાગી હતી. .શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું સામે આવ્યું અને બાદમાં પિતાએ જ પોતાના પુત્રની જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.


નિલેશ પોતાના પુત્ર સ્વયમ જોશી સાથે  સાથે આંબાવાડી વિસ્તારની સુનિતા સોસાયટીમાં રહેતો હતો. સ્થાનિકોના કહેવા મુજબ પિતા - પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.  સ્થાનિકોના દાવા મુજબ બનાવના દિવસે પણ ટેરેસ ઉપર બંને વચ્ચે ઝઘડો થયો હતો. નિલેશ જોશીની પત્ની અને પુત્રી વિદેશ રહેતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. નિલેશની ધરપકડ કરી પોલીસે હત્યા પાછળનું કારણ શોધવાના પ્રયાસમાં લાગી ગઇ છે.


 


આ પણ વાંચોઃ 


 


WHO Alert Over Monkeypox: દુનિયામાં વધી રહ્યો છે મંકિપોક્સનો ખતરો, WHOએ વૈશ્વિક બીમારી જાહેર કરી


જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે


Nag Panchami 2022: નાગ પંચમી પર શિવ અને પાર્વતીની કૃપાનો બની રહ્યો છે અનોખો સંયોગ, કરો આ ઉપાય


ભાવનગરમાં ભાજપ કાર્યકરે બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવાર પાસેથી 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો કથિત વિડીયો વાયરલ, જુઓ વિડીયો