JAMNAGAR : જામનગરમાં પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડર એટલે કે બે હત્યાઓ થઇ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. જામનગરના હાપામાં મૃતક સોમરાજે કરેલ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. આ ઘટનામાં મૃતક સોમરાજ અને તેની પત્નીના પરિવારજનોએ સામ સામે હત્યા કરી છે. યુવતીના પરિવારજનોએ સોમરાજની હત્યા કરી છે, તો સોમરાજના પરિવારે સોમરાજની સાસુ એટલે કે યુવતીની માતાની હત્યા કરી છે. બનાવને પગલે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાંસથી 17 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા
કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે. ખેડાના કપડવંજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે.
કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે અવસાન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પાડોશમાં રહેતા ભરત મકવાણા, તેની પત્ની જયશ્રી મકવાણા દિકરો આકાશ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા ડિગ્રી સર્ટિફિકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડિગ્રી સર્ટિફિકેટ આપનાર જ્યંતીલાલ સુદાણી સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી ‘બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી’ નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
આ બાબતે વધુ પૂછપરછ કરતા ખરેખર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી નામનું કોઈ બોર્ડ નહિ પરંતુ ટ્રસ્ટ હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલ જ્યંતીલાલ સુદાણી, જીતેન્દ્ર પીઠડીયા, પરેશ વ્યાસ, કેતન જોષી અને તનુજા સિંઘ સામે ફરિયાદ નોંધી છે.