Punjab Crime News: પંજાબના જાલંધરના મહિતપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નશાના વ્યસની યુવકે તેની સાસુ, પત્ની અને બે બાળકોને જીવતા સળગાવી દીધા. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. આ અંગે એસપી સરબજીત સિંહ બાહિયાએ જણાવ્યું કે આરોપી પતિ કાલી ફરાર છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.


પતિ હતો ડ્રગ્સનો બંધાણી


મળતી માહિતી મુજબ, બીથલાની મહિલાના લગ્ન ખુર્શેદપુરના યુવક સાથે થયા હતા. તેનો પતિ ડ્રગ્સનો વ્યસની છે. જેના કારણે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. નારાજ મહિલા તેના મામાના ઘરે પહોંચી હતી. સોમવારે રાત્રે તેનો પતિ કાલી તેને લેવા આવ્યો હતો. જોકે, બાદમાં રાત્રે સૂતી વખતે તેણે ઘરની બહારથી તાળું મારીને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી, જેમાં પત્ની, બે બાળકો અને સાસુનું મોત થયું હતું  


પોલીસે શુ કહ્યું


પોલીસે લાશને સિવિલ હોસ્પિટલ નાકોદર ખાતે મોકલી આપી છે. પોલીસ સ્ટેશનના વડા બલરાજ સિંહે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તેની શોધ ચાલી રહી છે.


પડોશીએ શું કહ્યું


સોમવારે રાત્રે જ્યારે આખો પરિવાર સૂતો હતો ત્યારે કાલીએ રૂમને બહારથી તાળું મારી દીધું હતું. તેણે રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કાલીને અગ્નિ અને ચીસોનો અફસોસ ન થયો. તેની નજર સામે તેણે તેની પત્ની, પુત્રી, પુત્ર, સાસુ અને સસરાને જીવતા સળગાવી દીધા. પાડોશીઓના કહેવા પ્રમાણે, આગ લગાડ્યા બાદ કાલીએ બૂમ પાડી કે મેં જ આગ લગાવી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.


'જો તું મારી સાથે રીલેશનશીપમાં નહી રહે તો હું તારા ચહેરા પર એસિડ નાંખીશ’ કહી જીમ ટ્રેનરે શિક્ષિકાને.......


નડિયાદમાં ભરત નાટ્યમની શિક્ષિકાને જીમ ટ્રેનરે એસિડ એટેકની ધમકી આપી હતી. જેનાથી ફફડી ઉઠેલી શિક્ષિકાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગતે વિકૃત જીમ ટ્રેનરે શિક્ષિકાને 'જો તુ મારી સાથે રિલેશનશિપમાં નહીં રહે તો હું તારા ચહેરા પર એસિડ નાંખીશ' તેવી ધમકી આપી હતી. જીમ ટ્રેનરે ભરત નાટ્યમની શિક્ષિકાને વારંવાર પજવણી કરતાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાને જીમમાં એક્સરસાઇઝ કરવા જતાં જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમા જીમ ટ્રેનર યુવાન પરણીત હોવાનું માલુમ પડતા યુવતીએ પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. શિક્ષિકાએ પ્રેમ સંબંધ પૂર્ણ કરતા જ જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા છતી થઇ  હતી. યુવતી સાથે વાત કરવા વિકૃત જીમ ટ્રેનર શાળાના લેન્ડલાઈન તથા 5 જુદા જુદા નંબરો‌ મારફતે યુવતીને ફોન કરી પજવણી કરતો હતો.