Crime News: જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ-પત્ની (Husband wife quarrel) વચ્ચેના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે. પત્ની પીયર ચાલી જતાં તેના વિયોગમાં પતિએ આપઘાત (husband commit suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, ગૌરવ ભુત નામના યુવકને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી પત્ની નેન્સી પીયર ચાલી ગઈ હતી. જેથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે (police probe more) વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નડા ગામનાં યુવાને ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોનનો બોજ વધી જતાં અને ખાનગી બેન્કોની ઉઘરાણીથી આર્થિક ભીંસમાં આવી જતા ગડા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇ તાલુકાના નડા ગામ, ડેકી ફળીયામાં રહેતો જનક માથુરભાઇ વાળંદ (ઉં. 38) વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો.હતા. ક્રેડિટ કાર્ડ પર લોન પણ લીધી હતા. બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી લીધેલી લોનના પૈસા ભરવાના બાકી હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયાએ ડભોઇ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.