Latest Crime News: કોડીનારમાં (Kodinar news) ખાનગી કંપનીમાં હત્યાનો બનાવ (murder in private company) સામે આવ્યો છે. પડોશીએ જ મહિલાને (neighbour murders women) મોતને ઘાટ ઉતારી હતી. સામાન્ય બોલાચાલી બાદ મહિલાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રેલવે કોલોની વિસ્તારમાં (railway colony) બનાવ બન્યો હતો, જેને લઈ ચકચાર મચી ગઈ હતી.


ક્યાં બન્યો બનાવ


ખાનગી કંપનીની રેલવે કોલોની(બિહારી કોલોની) તરીકે ઓળખાતા વિસ્તારમાં મહિલાનું મર્ડર થયું હતું. સામાન્ય બોલાચાલી બાદ પાડોશી મહિલા પર પડોશી પુરુષે છુરી હુલાવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. જે બાદ મહિલાનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.


 ગઢડા (સ્વામીના) તાલુકાના રસનાળ ગામની સીમ વિસ્તારમાં વાડીમાંથી ઘઉંનું કુંવળ કાઢવા મામલે ભાગિયા પિતા-પુત્રે એક યુવકને ભાલાના ઘા ઝીંકી હત્યા કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં પોલીસે 40 દિવસે એક હત્યારા શખ્સને ઘેલા સોમનાથ મંદિરેથી દબોચી લીધો હતો. ગઢડાના રસાનાળ ગામે રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રા (ઉ.વ.45)ની ગામની સીમમાં આંબરડી રોડ પર ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરતા મગન મનજીભાઈ પાંચાણી અને તેના દીકરા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ગતિયો (રહે, બન્ને રસનાળ) નામના શખ્સોએ ગત 8મી મેના રોજ ઘઉંની કુંવળ કાઢવા બાબતે સુરેશભાઈ સાથે બોલાચાલી કરતા તેઓ તેમના કુટુંબી ભત્રીજા અશોકભાઈ ઘુસાભાઈ સોજીત્રાને લઈ વાડીએ જતાં ત્યાં મગન પાંચાણીએ તેના દિકરાને ઉશ્કેરણી કરી બન્ને શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપી શખ્સે અશોકભાઈને ભાલાના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું અમરેલી હોસ્પિટલમાં મૃત્યુ થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો.


આ બનાવ અંગે સુરેશભાઈ પરષોતમભાઈ સોજીત્રાએ હત્યારા પિતા-પુત્ર મગન મનજીભાઈ પાંચાણી અને જીતેન્દ્ર ઉર્ફ જીતુ ઉર્ફે ગતિયો પાંચાણી સામે નોંધાવેલી ફરિયાદના આધારે ઢસા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને અલગ-અલગ ટીમો બનાવી ઉજ્જૈન-મધ્યપ્રદેશ, કચ્છ-ભુજ સહિતના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં ટેકનિકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્સની મદદ લઈ 40 દિવસથી પોલીસથી ભાગતો-ફરતો જીતેન્દ્ર મગનભાઈ પાંચાણી નામના શખ્સને જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિર ખાતેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.