UP Crime News: આગરાના તાજનગરી ફેઝ-2 સ્થિત હોમ સ્ટેમાં (home stay) એક યુવતિ પર સામૂહિક બળાત્કારના (gang rape) કેસમાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાએ પોલીસમાં (police complaint) ફરિયાદ કરી હતી કે તેને પહેલા દારૂ (liquor) પીવડાવવામાં આવ્યો હતો. આ પછી તેને માર મારવામાં આવ્યો અને પછી તેની ઈજ્જત લૂંટવામાં આવી. તેણે અવાજ શોરબકોર કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ (agra police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને યુવતિ રડતી મળી આવી હતી.


શું છે મામલો


તાજ નગરી ફેઝ 2માં શનિવારે રાત્રે હોમ સ્ટેમાંથી યુવતિની ચીસો સાંભળીને લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તાજગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસને યુવતિ હોમ સ્ટેમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહી હતી. પોલીસને જોતાની સાથે જ તેણે કહેવાનું શરૂ કર્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ પછી ચાર-પાંચ યુવકોએ ખોટું કામ કર્યું.


પોલીસે શું કહ્યું


હોમ સ્ટેનું સંચાલન રવિ નામનો યુવક કરે છે. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને બેરહેમીથી મારવામાં આવી. હોબાળો થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. એસીપી સદર અર્ચના સિંહે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મળતી જાણકારી અનુસાર, રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્ર તથા ભત્રીજા પર દિપક મરાઠી સહિત 4 શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિજયશંકર અને બંસીલાલનું કરુણ મોત થઈ ગયું હતું. સોસાયટીમાં રહીશો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં જ પિતા-પુત્રની હત્યા કરીને ખૂની ખેલ ખેલાયો હતો.