Latest Vadodara News: વડોદરાના ડેસર તાલુકામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવતા ચકાચાર મચી ગઈ હતી. ડેસર તાલુકાના જુના શિહોરા ગામ ના ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર થતા ગત રાત્રી એ આવેશમાં આવી જઈ લોખંડની કોશથી પત્નીને માથામાં ઇજા કરી હત્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો. જેને લઈ સવારે પિયર પક્ષ દ્વારા ડેસર પોલીસ મથકે ફરીયાદ આપતા એફએસએલની ની ટીમ ફિગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વડોદરા જિલ્લા, ડેસર તાલુકાના જુના શિહોરા ગામ ની સીમ વિસ્તાર ના ખેતરમાં રહેતાં પતિ પત્ની વચ્ચે ગત રાત્રી ના આશરે 10 વાગ્યા ના સુમારે અગમ્ય કારણો સર ઝઘડો થતાં પતિ વનરાજસિંહ પરમાર એ સગર્ભા પત્ની કિંજલબેન ને કપાળઉપર માથામાં લોખંડની કૉશ વડે ગંભીર ઇજા પોહચડતાં મોત નીપજ્યું હતું.સવારે મૃતક કિંજલબેન ના પિયર પક્ષને સવારે જાણ થતાં ડેસર પોલીસ મથકે ફરિયાદ આપી હતી બનાવ ના પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતક ને સરકારી દવાખાને પી એમ ની કાર્યવાહી કરાવી મૃતદેહ ને મૃતક ના પરિવાર જનોને અંતિમક્રિયા માટે સોંપાયો હતો.
થોડા દિવસ પહેલા હરિયાણાના પાણીપતમાં પરમહંસ કુટિયા પાસે વર્ષ 2021માં થયેલી વિનોદ બરાડાની હત્યાના કેસને ઉકેલવામાં મોટી સફળતા મળી હતી. આ કેસમાં પોલીસે મૃતક વિનોદની પત્ની નિધિ, તેના પ્રેમી સુમિત અને દેવ સુનાર નામના યુવકની ધરપકડ કરી હતી. ઘટનાનો ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું હતું કે વિનોદની હત્યાના ઈરાદે અકસ્માત કરવામાં આવ્યો હતો પરંતુ તે બચી ગયો હતો. આ પછી તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો
પોલીસ અધિક્ષક અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે પોલીસ સ્ટેશન શહેરમાં વીરેન્દ્ર પુત્ર દેસરાજે ડિસેમ્બર 2021માં પોલીસને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભત્રીજો વિનોદ સુખદેવ નગરમાં હોરર્ટ્રોન નામનું કમ્પ્યુટર સેન્ટર ચલાવતો હતો. 5 ઓક્ટોબર 2021ની સાંજે વિનોદ પરમહંસ કુટીયાના ગેટ પર બેઠા હતા. ત્યારે પંજાબના નંબરના વાહને તેને સીધી ટક્કર મારી હતી. આ ઘટનામાં વિનોદના બંને પગ ભાંગી ગયા હતા. આ પછી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધાવી હતી.