Bihar Crime News: બિહારના સુપૌલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલા ટોલની આ ઘટના છે. શનિવારે રાત્રે પરિણીત મહિલાને મળવા આવેલા પ્રેમીને મહિલાના પરિવારના સભ્યોએ હૃદયદ્રાવક સજા આપી હતી. મોડીરાત્રે મળવા આવેલા યુવકને સંબંધીઓએ પહેલા માર માર્યો હતો. ત્યારપછી તેની આંખોમાં એસિડનો છંટકાવ કર્યો હતો. જોકે, આ દરમિયાન કોઈએ સ્થાનિક પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.


પોલીસે યુવકને કરાવ્યો હોસ્પિટલમાં દાખલ


પોલીસે ઘાયલ યુવકને ભીડમાંથી બચાવ્યો અને પછી તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. ઘાયલ યુવકની ઓળખ પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાથરા દક્ષિણ પંચાયતના રહેવાસી સિકંદર મંડલ તરીકે થઈ છે. ગત રાત્રે તે બેલા ટોલના રહેવાસી ગીતા દેવીને મળવા ગયો હતો. જો કે, જ્યારે ગીતા દેવીના પરિવારજનોને આ વાતની જાણ થઈ તો પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી. ત્યારબાદ આંખોમાં એસિડ નાંખવામાં આવ્યું હતું.


એસપીએ આ વાતને નકારી કાઢી હતી


પીડિત યુવક સિકંદર મંડલનું કહેવું છે કે તે ગીતા દેવીને આધાર કાર્ડ આપવા ગયો હતો. દરમિયાન તેના પરિવારજનોએ તેને માર માર્યો હતો અને તેની આંખોમાં એસિડ નાખ્યો હતો. જો કે, જ્યારે આ મામલામાં સુપૌલના એસપી ડી.અમર્કેશને પૂછવામાં આવ્યું તો તેમણે યુવકની આંખોમાં એસિડ નાખવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.


યુવતીએ કોન્ટ્રાક્ટર પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, ત્રણ ફ્રેન્ડને પણ બોલાવ્યા, બંને શરીર સુખમાં હતા વ્યસ્ત ત્યારે જ ફ્રેન્ડ્સ......


 ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની ગર્લફ્રેન્ડ અને હત્યામાં સામેલ મિત્રની ધરપકડ કરી છે. અધિકારીઓનો દાવો છે કે ગર્લફ્રેન્ડે કોન્ટ્રાક્ટરને કપટથી બોલાવ્યો અને પછી મિત્રોની મદદથી તેની હત્યા કરાવી. બંનેને જેલમાં મોકલી દેવાયા છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધ ચાલી રહી છે.


સલિકગંજ મંડીના રહેવાસી રાહુલ યાદવનો મૃતદેહ 24 જાન્યુઆરીની સવારે થરવાઈમાં માનસૈતા નદી પાસે મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.  મૃતકના મોટા ભાઈ રજતે હિમાંશુ પાંડા, કલ્લુ પાંડા, ગોલુ પાંડા અને સલમાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન આરોપીના સીડીઆર ચેક કરવામાં આવ્યા ત્યારે મુથીગંજની રહેવાસી એક યુવતીનું નામ પણ સામે આવ્યું.


જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે તેના પરિવાર સાથે ગુમ થઈ ગઈ હતી. ત્યારથી તેની શોધખોળ ચાલુ હતી. બે દિવસ પહેલા તેને અને આ કેસમાં સામેલ ગોલુને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કડક પૂછપરછમાં બંનેએ જે ખુલાસો કર્યો તે સાંભળીને સૌ દંગ રહી ગયા.


પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલી યુવતીએ જણાવ્યું કે મૃતક સાથે તેના જૂના સંબંધો હતા, પરંતુ તે તેને વિવિધ રીતે હેરાન કરતો હતો. આટલું જ નહીં તે ઘણી વખત પૈસા પડાવી લેતો હતો. મૃતકનો લગભગ 20 દિવસ પહેલા કેસમાં નામના આરોપી સલમાન, કલ્લુ અને હિમાંશુ સાથે વિવાદ થયો હતો. આ અંગે માહિતી મળ્યા બાદ તેણે અન્ય નામના આરોપી ગોલુ સાથે મળીને મૃતકને રસ્તા પરથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.


તેણે છેતરપિંડીથી રાહુલને મળવા બોલાવ્યો હતો અને તેના મિત્રોને પણ પાછળથી બોલાવ્યા હતા. આ પછી મિત્રો બહાને રાહુલને કારમાં તરવઈ લઈ ગયા હતા, જ્યાં ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. મુતિગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ મૌર્યનું કહેવું છે કે ગોલુ રાહુલ પર યુવતીને લઈને ગુસ્સે હતો અને તેથી જ તે હત્યામાં સામેલ થયો. બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.