UP Crime News: ઉત્તર પ્રદેશના આગ્રામાં (Agra News) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં સાસુને તેની વહુ સાથે પ્રેમ થઈ (mother in law falls in love of daughter in law) ગયો. આરોપ છે કે સાસુએ પુત્રવધૂને તેની સાથે શારીરિક સંબંધ (physical releation) બાંધવા માટે દબાણ કર્યું અને તેને એક મહિના સુધી રૂમમાં બંધ રાખી. આ સાથે જ આ મામલે ફરિયાદ મળ્યા બાદ જગદીશપુર પોલીસ સ્ટેશનમાં(jagdhishpur police station) કેસ નોંધવામાં આવ્યો છે.


2 વર્ષ પહેલા થયા હતા લગ્ન


આ મામલે પુત્રવધૂએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેના લગ્ન ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં વર્ષ 2022માં થયા હતા. લગ્ન બાદ તેણીને વિવિધ રીતે હેરાન-પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાનો આરોપ છે કે તેની સાસુ તેના પર શારીરિક સંબંધ બાંધવા માટે વિવિધ રીતે દબાણ કરે છે. જ્યારે સંબંધ બંધાયો ન હતો ત્યારે તેના પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના હાથ કપાઈ ગયા હતા.


મહિલાએ તેની નણંદ પર પણ આરોપ લગાવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે નણંદે તેના તમામ કપડાં છીનવી લીધા હતા, જેના કારણે તેને લગભગ એક મહિના સુધી એક જ ડ્રેસમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન તે ઘરના એક રૂમમાં બંધ હતી. મહિલાનો આરોપ છે કે તેની પાસેથી દહેજની માંગણી કરવામાં આવી હતી અને તેને હેરાન કરવામાં આવી હતી.


ફરિયાદમાં મહિલાએ વધુમાં જણાવ્યું છે કે તેને વર્ષ 2023માં એક પુત્રનો જન્મ થયો હતો. પતિએ પુત્રને ગેરકાયદેસર માનીને તેને ખરાબ રીતે માર્યો. લડાઈ બાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ દરમિયાન પાડોશીઓની દરમિયાનગીરી બાદ તેને ફરીથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ષ 2023માં જ્યારે મહિલાના પિતા તેને મળવા આવ્યા ત્યારે તે તેના પિતા સાથે તેના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી.


મહિલાએ કહ્યું કે થોડા સમય પછી તેના સાસરિયાઓએ મને અને મારા પિતાને સમાધાન માટે બોલાવ્યા. આ અંગે તેણી તેના પિતા સાથે સમજૂતી કરવા સાસરે ગઈ હતી. તેના સાસરિયાના ઘરે વાતચીત દરમિયાન તેને ધક્કો માર્યો હતો. આ ઘટના 7 જૂનની છે. હવે આ મામલે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.