Crime News: ગાઝિયાબાદમાં એક વિધવાના બીજા લગ્નના દિવસે જ પોતાની જાતને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ આશિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીના આ કૃત્યના કારણે મહિલાના લગ્ન પણ તૂટી ગયા હતા. આરોપી પહેલાથી જ પરિણીત છે.
નંદગ્રામ પોલીસ સ્ટેશનના એસએચઓ અમિત કુમાર કાકરાને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ટીકમગઢના રહેવાસી સંજય સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય તેની પત્ની અને પુત્ર સાથે નંદગ્રામમાં રહે છે અને રાજનગર એક્સ્ટેંશનની એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.
બુધવારે તે એક મહિલાના ઘરે પહોંચ્યો હતો અને પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પોતાના પર રેડ્યું હતું અને આગ લગાવી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સંજય મૂળ મધ્યપ્રદેશની વિધવા મહિલા સાથે એકતરફી પ્રેમમાં છે.
પતિના મોત બાદ મહિલા આવીને નંદગ્રામમાં રહેતા પોતાના પરિવારના સભ્યો સાથે રહેવા લાગી હતી. બુધવારે મહિલા નૂરનગર સિહાનીના એક યુવક સાથે તેના પરિવારના સભ્યોની મરજીથી બીજીવાર લગ્ન કરવા જઈ રહી હતી. આ વાતની જાણ સંજયને થતાં તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અને તેના પરિવારે સંજય સાથે લગ્ન કરવાની ના પાડી તો તેણે પોતાના પર પેટ્રોલ રેડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ભાભીને ઘરમાં બેસવા બોલાવી દિયરે ગુજાર્યો બળાત્કાર અને પછી...
ભાવનગરમાં કૌટુંબિક દિયરે ભાભીની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં વરતેજ પાસેના વાવડી ગામમાં દિયરે ભાભી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ભાભી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે કૌટુંબિક દિયરે ભાભીને ઘરે બેસવા બોલાવ્યા હતા.
દરમિયાન ભાભીની એકલતાનો લાભ લઇને દિયરે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી દિયરે ભાભીને ધમકી આપી હતી કે જો તે કોઇને આ વાત કરશે તો જાનથી મારી નાખશે. જો કે બાદમાં પીડિતાની ફરિયાદના આધારે આરોપી દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.