SRH vs PBKS IPL 2022: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 ની છેલ્લી લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી બંને ટીમો આજે તેમની છેલ્લી મેચમાં વિજય સાથે IPL 2022ને અલવિદા કહેવા માંગશે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેમના કેપ્ટન કેન વિલિયમસન વિના મેદાનમાં ઉતરશે. તેની ગેરહાજરીમાં આ મેચમાં ભુવનેશ્વર કુમાર કેપ્ટનશીપ કરશે.
પંજાબની ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ મોટો સ્કોર કરવામાં સક્ષમ છે. તેમના સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોન, શિખર ધવન શાનદાર ફોર્મમાં છે.
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ સતત પાંચ મેચ જીત્યા બાદ ટોચના બેમાં જવાની આશા રાખતા હતા પરંતુ તેમના મુખ્ય બોલરો વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજનને ઇજાઓ થવાને કારણે તેઓની આશા પર પાણી ફરી વળ્યુ હતું. જોકે બાદમાં ટીમ સતત પાંચ મેચ હારી હતી.
હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એજન માર્કરમ, ગ્લેન ફિલિપ્સ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ/સીન એબોર્ટ, ભૂવનેશ્વર કુમાર (કેપ્ટન), ટી.નટરાજન, ઉમરાન મલિક
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જોની બેયરસ્ટો, શિખર ધવન, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, બેની હોવેલ, શાહરૂખ ખાન/હરપ્રીત બરાડ, ઋષિ ધવન/ ઇશાન પોરેલ, રાહુલ ચહર, કગિસો રબાડા અર્શદીપ સિંહ
Health tips: જિમ વિના જ વજન ઉતારવા માંગો છો તો આ આદતને આપના રૂટીનમાં કરો સામેલ
PM મોદીના અંગત સચિવ બન્યા વિવેક કુમાર, જાણો તેમના વિશે બધું જ
પ્રેમલગ્નનો કરૂણ અંજામ : બહેનના દિયર સાથે લગ્ન કરી ફંસાઈ યુવતી, લગ્નના બીજા જ દિવસે પતિ ભાગી ગયો