Crime News:સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં યુવતીને નોકરીની લાલચે ઇન્ટરવ્ય માટે બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.


સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં નોકરી આપવાના લાલચે યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી આ દરમિયાન યુવતીને કોલ્ડડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ મિકસ કરીને તેને પિવડાવીને તેને એરપોર્ટ નજીક લઇ ગયા હતા. જ્યા તેના પર  દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ હોટેલમાં પહેલીથી રૂમ પણ બુક કરાવ્યો હતો. પીડિતાએ અલથાણ પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


Surat: સુરતની હૉટલમાં વિધર્મીએ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, મહિલા દોડીને બાથરૂમમાં ઘૂસી ગઇ ને.......


Surat: સુરતમાં વધુ એક મહિલા છેડતીનો બનાવ સામે આવ્યો છે, વિધર્મી યુવાને મહિલાની લાજ લેવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ આ અંગે સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસ કેસની તપાસ કરી રહી છે. 


માહિતી પ્રમાણે, સુરતમાં એક મહિલાનો છેડતીનો પ્રયાસ થયો છે, મુંબઇથી ઇવેન્ટ મેનેજમેન્ટની એક મહિલા સુરત આવી હતી, મહિલા હૉટલમાં હતી તે દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટના મલિકે જ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા અને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, વિધર્મી દ્વારા છેડતી થતાં જ મહિલા પોતાનો જીવ બચાવવા માટે હૉટલના બાથરૂમમાં ભરાઇ ગઇ હતી.


બાદમાં મહિલાએ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 









The Kerala Story: બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે ગભરાટ પેદા કર્યો છે. દરરોજ 'ધ કેરલા સ્ટોરી' બે આંકડામાં કલેક્શન કરી રહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તે જ સમયે 'ધ કેરળ સ્ટોરી' દેશના ઘણા રાજ્યોમાં પ્રતિબંધિત છે.  જ્યારે ઘણા રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.


આ રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો


'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝને લઈને વિવાદ ચાલુ છે. દેશની અલગ-અલગ રાજ્ય સરકારોનું કહેવું છે કે આ ફિલ્મ ચોક્કસ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. તેને જોતા પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કેરળમાં પણ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ ફિલ્મ કેરળના થોડા થિયેટરોમાં બતાવવામાં આવી રહી છે.


આ રાજ્યોમાં 'ધ કેરલા સ્ટોરી' ટેક્સ ફ્રી









શું છે ફિલ્મની વાર્તા?


સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશના કેરળ રાજ્ય પર આધારિત છે. આ ફિલ્મમાં 3 છોકરીઓની વાર્તા છે, જેઓનું પહેલા બ્રેઈન વોશ કરવામાં આવે છે અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પછી છોકરીઓને આતંકી સંગઠન ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે થોડા દિવસો પહેલા જ ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ બનાવતા પહેલા ઘણા વર્ષો સુધી સંશોધન કર્યું હતું. તે કહે છે કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે બધું જ સાચું છે.