ભરુચઃ મહિલાને હતા પરપરુષ સાથે સંબંધ, દીકરીને પડી ખબર, પ્રેમી સાથે મળી શું કર્યું?
ભરુચઃ જંબુસરના મહાપુરા ગામે મહિલાની તેની જ દીકરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમી અને અન્ય બે શખ્સોની મદદથી માતાની હત્યા કરી નાંખી હતી અને માતાના પ્રેમીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ પછી તેનું કાંસળ કાઢી નાંખવાનો કારસો રચી તમામ આરોપ તેના પ્રેમી સરફરાજ પર લગાવી દેવાનું પૂર્વઆયોજિત કાવતરૂ રચી પુત્રી અને તેના પ્રેમીએ તેની માતાની નિર્મમ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
જોકે, યુવતીએ તેના પ્રેમી સાથે સંબંધ ચાલુ રહ્યાં હતાં. જે બાબતે તેના દાદાજી દોલતસંગને પણ જાણ હતી. દરમિયાન પુત્રીએ તેના પ્રેમી સાથે મળી દાદાજી દોલતસંગ સાથે તેમના પ્રેમસંબંધ અંગે વાતચીત કરતાં તેઓએ નક્કી કર્યું હતું કે, જ્યાં સુધી રમીલા જીવતી હશે ત્યાં સુધી તેમના લગ્ન નહીં થવા દે.
પોલીસે સરફરાજની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે હત્યા ન કરી હોવાનું જણાયું હતું. દરમિયાન પોલીસે મૃતકની પુત્રીના કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવતાં જાણવા મળ્યું હતું કે, પુત્રીને મગણાદ ગામના કિરણ રણજીત વાવડ (ઠાકોર) સાથે પ્રેમ સંબંધ હતો. આ બંનેની સગાઇ પણ કરવામાં આવી હતી. જોકે, કોઈ કારણસર આ સગાઇ માતાએ ફોક કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, જંબુસર તાલુકાના મહાપુરામાં રમીલાબેન ઉર્ફે ભાવના ગોવિંદ જાદવનો ગત 5મી એપ્રીલના રોજ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મહિલાની દીકરીની પૂછપરછ કરતાં તેણે માતાને પિતાના મૃત્યુ બાદ કરજણ તાલુકાના મેસરાડના સરફરાજ મહેમુદ ડોસા સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, સરફરાજે તેની નજર સામે માતાની હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી હતી.