આણંદ: પુત્રના 13માએ જ માતાનું મોત, સમાચાર મળતાં જ ભાઈ પણ આઘાતમાં ગુજરી ગયો, જાણો વિગત
જ્યોત્સના બહેનને સારવાર માટે હોસ્પિટલમાં થોડાક દિવસ રાખવામાં આવ્યાં હતા. ત્યારે કાલસરમાં રહેતા અને ડાકોરમાં ફેબ્રિકેશનનું કારખાનુ ચલાવનાર સૌથી નાનાભાઇ રમેશભાઇ શનાભાઇ પટેલ ચારથી પાંચવાર ખબર-અંતર પૂછવા આવ્યાં હતા.બહેનના મૃત્યુના સમાચાર જાણ્યા બાદ માત્ર અડધા કલાકમાં જ ભાઇએ પણ દેહ છોડી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવાન પુત્ર ધવલભાઇનું તેરમું 8મી એપ્રિલને રવિવારે રાખવામાં આવ્યું હતું. માતા-પિતાએ પુત્રના સદગત આત્માની શાંતિ માટે પુત્રી તથા કુંટુંબ અને વિસ્તારની બાળાઓને દાન કર્યુ હતું. તે રાત્રે માતા જ્યોત્સના બહેનની તબિયત ફરીવાર લથડી હતી. માત્ર પાંચ મિનિટમાં હ્રદયરોગના હુમલાને લીધે તેમનું મોત નિપજ્યું હતું.
માતા જ્યોત્સના બહેન અને પિતા ધનશ્યમાભાઇ પટેલે ત્રણ દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો હતો. માત્ર પાણી અને જ્યુસ પીધુ હતું. બીજબાજુ પિતાએ સ્વસ્થતા કેળવી લીધી હતી. પરંતુ પુત્રનું બેસણું પૂર્ણ થયા બાદ માતાની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ડાયાબિટીસની તકલીફ જણાંતા તેમને ઘરે લવાયા હતા.
જ્યોત્સનાબહેનના પિયર કાલસર ખાતે રાત્રે ટેલિફોન પર તેમના ભાઇઓને માઠા સમાચાર જાણીને તેમના નાનાભાઇ રમેશભાઇ શનાભાઇ પટેલ આઘાતમાં સરી પડ્યા હતા અને રાત્રે 11 વાગે રમેશભાઈનું પણ હાર્ટએકેટથી મોત થયું હતું. આમ પુત્ર, માતા અને મામાનું પણ હ્રદયરોગથી મોત થયું હતું.
આણંદમાં નાના અડધમાં ગંગાદાસની ખડકીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલનો 28 વર્ષીય સોફ્ટવેર એન્જીનિયર પુત્ર ધવલ અમદાવાદની એક સોફ્ટવેર કંપનીમાં ફરજ બજાવતો હતો. ગત 28મી માર્ચને ગુરૂવારે સવારે તેની છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો. માતાએ પુત્રના માથાને ખોળામાં મૂકી બામ ઘસ્યો હતો. તબીબને આવે તે પહેલાં જ માતા જ્યોત્સનાબેનની ગોદમાં ધવલનો દેહત્યાગ થયો હતો. આમ ખોળાનો ખુંદનાર પુત્ર જ ખોળામાં જીવ છોડી જતાં માતાને અસહય આધાત લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલી માતાનું આખરે મોત નીપજ્યું હતું.
આણંદ: આણંદમાં યુવાન પુત્રના મોતનો આઘાત જીરવી નહીં શકનાર માતાએ 13માના દિવસે જ દેહ છોડી દીધો હતો. મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઈ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ. આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહિલાના મોત અને યુવાનના મામાનું પણ મોતના સમાચાર મળતાં સગા-સંબંધી દોડી આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -