Delhi Crime News: દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 13 વર્ષના છોકરા દ્વારા કથિત રીતે મોબાઇલ ફોન આપવાનો ઇનકાર કરવા બદલ એક 8 વર્ષના છોકરાનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપી છોકરાને સુધાર ગૃહમાં મોકલી દીધો છે. પોલીસે જણાવ્યું કે અગાઉ પણ 13 વર્ષના આરોપી પર તેની માતાના પૈસા ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.
શું છે મામલો
મૃતકની માતાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર તેના 13 વર્ષના પાડોશી સાથે શનિવારે બપોરે 3 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પાછો આવ્યો ન હતો. પોલીસે શરૂઆતમાં અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે જ્યારે 13 વર્ષના કિશોરની પૂછપરછ કરી ત્યારે તેણે પહેલા તો પોલીસને ગેરમાર્ગે દોર્યો, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને તેણે પોલીસને જણાવ્યું કે તેણે બાળકની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ હરિયાણાના સોહાટીમાં જંગલ વિસ્તારમાં ફેંકી દીધો હતો.
આરોપીએ શું કહ્યું
આરોપી છોકરાએ પોલીસને જણાવ્યું કે પીડિતાએ ઘટનાના દિવસે તેને તેનો ફોન આપવાનો ઇનકાર કર્યો હતો અને અગાઉ તેની માતાના પૈસા ચોરવાનો આરોપ લગાવ્યો હતો. બનાવના દિવસે તે નજીકના તળાવમાં ન્હાવા ગયો હતો. ત્યાં આરોપીએ તેને પોતાનો ફોન આપવા કહ્યું, પરંતુ ના પાડતાં ગુસ્સે થઈને તેણે ઈંટ વડે અનેક વાર માર્યો અને પછી તેનો મૃતદેહ જંગલમાં ફેંકી દીધો.
પોલીસે એફઆઈઆરમાં હત્યાની કલમો ઉમેરીને કિશોરને પકડ્યો હતો અને તેને સુધારક ગૃહમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચોઃ
Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર