રાજસ્થાનમાં એક ડેન્ટિસ્ટે સારવારના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. સુરેશ સુંદેશા નામના ડોક્ટરે સારવાર માટે આવેલી મહિલાને બેભાનનું ઈન્જેક્શન આપ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવ્યા હતા. સારવાર કરવા આવેલી મહિલાને ડોક્ટરે બેભાન થવાનું ઈન્જેક્શન આપીને અશ્લીલ કૃત્ય આચર્યું હતું અને તેના ફોટા પાડી વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી.


મહિલાને બ્લેકમેલ કરીને ડોક્ટરે એક વર્ષમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું . ઘટના રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ શહેરની છે. અહીં એક મહિલા દાઢના દુખાવાની સારવાર માટે ખાનગી ક્લિનિકમાં આવી હતી. દર્દમાં રાહત આપવાના નામે ડેન્ટિસ્ટે તેને ઈન્જેક્શન આપ્યું હતું. આ પછી તેણે મહિલાના અશ્લીલ ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યો હતો. આ પછી આરોપી ડોક્ટરે અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એક વર્ષમાં 7 વખત મહિલા પર દુષ્કર્મ કર્યુ હતું


પોલીસે નોંધ્યો કેસ


પીડિતાએ ભીનમાલ પોલીસ સ્ટેશનમાં આરોપી ડોક્ટર સુરેશ સુંદેશા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે શહેરના ડેન્ટિસ્ટની ખાનગી ક્લિનિકમાં સારવાર માટે ગઈ હતી. આ દરમિયાન તબીબે સારવારના નામે બેભાન થવાનું ઈન્જેકશન આપીને જઘન્ય કૃત્ય આચર્યું હતું. તેના અશ્લીલ ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યો હતો. આ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ પીડિતા પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું.  પીડિત મહિલાનો આરોપ છે કે ડોક્ટર અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર ફોન અને મેસેજ કરતો હતો. આ સિવાય આરોપી ડોક્ટર વીડિયો કોલ કરીને ધમકી આપતો હતો.


ડોક્ટર મહિલાના ઘરે જઈને દુષ્કર્મ કરતો હતો


આરોપી ફોન પર મહિલાનો પતિ ઘરે છે કે નહીં તેની પૂછપરછ કરતો હતો. આ પછી તેણે ઘરે જઈને મહિલા સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિત મહિલાએ આરોપીને અનેકવાર અશ્લીલ ફોટા અને વીડિયો ડિલીટ કરવા કહ્યું. પરંતુ આરોપી અશ્લીલ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને મહિલાને બ્લેકમેઇલ કરતો રહ્યો હતો.


પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી


નાયબ પોલીસ અધિક્ષક હિંમત ચરણે જણાવ્યું કે મહિલાએ આપેલા રિપોર્ટના આધારે ડોક્ટર વિરુદ્ધ દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આરોપી ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.