પોરબંદર: ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 3000 કિલો ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરવામાં આવી છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.  ડ્રગ્સના જથ્થા સાથે 4 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે.


ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું છે. કરોડોના હશીસ સાથે અન્ય ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો છે. ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન હતું. રાજ્યના દરિયા કિનારામાંથી બોટ સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર વિગતો જાહેર કરશે.  નેવી અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન હતું.  પોરબંદરના મધદરિયેથી ડ્રગ્સ પકડાયું છે.  3000 કિલો ડ્રગ્સ સાથે 4ની ધરપકડ કરવામાં આવી છે. 


વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું


થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો.  આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. 


ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. 


બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું


ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ  મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.