Valsad : વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર અજીબ  ઘટના સામે આવી છે.  વાપી રેલવે સ્ટેશન પર સુરત અને વાપી DRI ની ટીમેં એક યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવકે શરીરના એ ભાગમાં  25 લાખનું સોનું સંતાડ્યું હતું કે જાણીને તમે પણ ચોંકી જશો. 


આ યુવક તેના ગુદામાર્ગમાં 25 લાખનું 500 ગ્રામ સોનું સંતાડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ યુવકનું નામ  મયંક જૈન છે અને તે મૂળ મધ્યપ્રદેશનો વતની છે. આ યુવક દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યો હતો. 


દરમિયાન આ યુવક વાપી રેલવે સ્ટેશન પહોંચતા સુરત અને વાપી DRIની ટીમેં વાપી રેલ્વે સ્ટેશન પર કાર્યવાહી કરી હતી અને યુવકની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ સારી હતી.  યુવક પાસેથી ઝડપાયેલ સોનું દાણચોરીનું હોવાની  શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો
ભાવનગરજિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક શાળામાં સગીર વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થીની સ્થિતિ નાજુક બની છે.  શનિવારે સામાજિક વિજ્ઞાનના  પેપર દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં જયપાલ નામના વિદ્યાર્થીને શિક્ષકે ઢીકા-પાટું વડે મારતા બાળક રડતો રડતો ઘરે પહોંચ્યો હતો અને માતા પિતાને આ અંગે ફરિયાદ કરતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


ભોગ બનનાર બાળકના માતા-પિતાએ  આજે ન્યાય માટે ભાવનગરના ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષક પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.  ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા ગ્રામજનોમાં  શિક્ષક પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.


સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કાર
સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંગત પળોના વીડિયો ઉતારી લઈને બાદમાં તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેથી પરિવારની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.