દિલ્હીના સાઉથ દ્વારકામાં નોકરીની લાલચ આપી એક યુવતીને જબરદસ્તીથી શરાબ પીવડાવી હોટલમાં સામુહિક દુષ્કર્મ કર્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વિરોધ કરવા પર પીડિતાનું ગળું દબાવીને તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીએ લોખંડના કડાથી પીડિતાના ચહેરા પર પ્રહાર કર્યો હતો. ઘટના બાદ આરોપીઓ યુવતીને હોટલના રૂમમાં બંધ કરીને ફરાર થઈ ગયા હતા.
યુવતીએ પોલીસને લાઇવ લોકેશન મોકલ્યું ને.....
યુવતીએ જેમ તેમ કરીને પોલીસને સૂચના આપી અને લાઇવ લોકેશન શેર કર્યું. જે બાદ પોલીસ ઘાયલ યુવતી સુધી પહોંચી. હોટલનો દરવાજો તોડીને યુવતીને બચાવવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સાઉથ દ્વારકા પોલીસે નશીલો પદાર્થ પીવડાવીને સામુહિક દુષ્કર્મ, હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજા પહોંચાડવા તથા જાનથી મારવાની ધમકી આપવા બદલ હોટલ મેનેજર સંજય કુમાર મહતોની ધરપકડ કરી છે. પોલીસ મુખ્ય આરોપી અંકિત સેહરાવતની શોધખોળ કરી રહી છે. પોલીસ હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ખંગોળી રહી છે.
સેલ્સ ગર્લ તરીકે નોકરી કરે છે યુવતી....
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતા પરિવાર સાથે દ્વારકા વિસ્તારમાં રહે છે અને સેલ્સ ગર્લ તરીકે નોકરી કરે છે. તે સારી નોકરીની શોધમાં હતી તે દરમિયાન અંકિત સેહરાવલ નામના યુવક સાથે પરિચય થયો અને તેણે સારી નોકરી અપાવવાનો વાયદો કર્યો. ત્રણેક દિવસ પહેલા તેણે યુવતીને નોકરીના બહાને બોલાવી હતી.
પીડિતાએ હોટલમાં જવાની પાડી નાં ને પછી....
રાત્રે આશરે 8 વાગ્યે પોતાની બાઇક પર બેસાડી તે પીડિતાને સેક્ટર-9 નજીક આવેલી સિલ્વર પેલેસ હોટલ લઇ ગયો હતો. પીડિતાએ હોટલમાં જવાની ના પાડતાં તેણે કહ્યું કે, હોટલમાં બધા મને ઓળખે છે, મારી માતા પોલીસ ઓફિસર છે. હોટલમાં યુવતી દાખલ થયા બાદ તેને બીજા માળે રૂમ નં 202માં લઈ જઈ જબરદસ્તીથી શરાબ પીવડાવ્યો. વિરોધ કરવા પણ તેને ફટકારી અને દુષ્કર્મ કર્યું.
આરોપીએ હોટલના અન્ય કર્મી સાથે મળીને....
યુવતીએ હોબાળો કરતાં આરોપીએ અન્ય લોકો સાથે મળી તેનું ગળું દબાવ્યું અને લોખંડના કડાથી હુમલો કરી લોહી લુહાણ કરી નાંખી. ઘટના બાદ આરોપીઓ જાનથી મારવાની ધમકી દઈ ફરાર થઈ ગયો. યુવતીની હાલત જોઈ હોટલનો બાકીનો સ્ટાફ પણ દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો. જે બાદ પીડિતાએ પોલીસને જાણ કરી અને લોકેશન શેર કર્યું. પોલીસે આવીને તેને બચાવી. પોલીસ બનાવમાં હોટલ સ્ટાફની પણ મિલીભગત હોવાથી સામુહિક દુષ્કર્મની કલમ ઉમેરી છે.