તમિલનાડુ વરસાદ: હવામાન વિભાગે આજે તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, ઘણા વિસ્તારોમાં ચક્રવાતી તોફાનની સંભાવના છે.ચેન્નાઈ સહિત તમિલનાડુના ઉત્તરી જિલ્લાઓમાં સતત ભારે વરસાદ વચ્ચે હવે રાજ્ય પર ચક્રવાતનો ખતરો છે. હકીકતમાં, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં એક લો પ્રેશર સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે  ઉત્તર તરફ પહોંચતાની સાથે જ મધ્ય તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. રામેશ્વરમમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, પૂર્વોત્તર ચોમાસાના કારણે 14 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે એલર્ટ જારી કરતા કહ્યું છે કે, આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 9 થી 12 નવેમ્બર દરમિયાન દરિયા ન ખેડવાની સલાહ  આપવામાં આવી છે.


તમિલનાડુમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત


તમિલનાડુમાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યાં અનુસાર રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 4લોકોના મોત થયા છે. વિભાગે સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપેટ અને વેલ્લોર સહિત ઉત્તરી જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સવારથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ મંગળવારથી શહેર અને આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી કરી છે.


 


 


હવામાન વિભાગે 14 નવેમ્બર સુધી નીલગીરી, કોઈમ્બતુર, ડિંડીગુલ, થેની, તેનકાસી અને તિરુનેલવેલી સહિત 14 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન  વિભાગે કર્ણાટક માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. મંગળવારે અહીંના 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી દબાણને કારણે ભારે વરસાદ થઈ શકે છે.