Crime News: મોરબીના માળિયાના રોહીશાળા ગામે હત્યાની ઘટના સામે આવી છે. અહીં ખેડૂત પરેશ જાદવજી કાલરીયા નામના 3૭ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળ્યો હતો. આ બનાવ અંગે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રીના સમયે પરેશભાઈ કાલરીયા ડીઝલ લઈને ખેતરે ગયા હતા. પરેશભાઈએ પુજાભાઈ પરસોતમભાઈની જમીન વાવવા માટે રાખેલ હતી. ખેતરમાં જીરાના પાકને પાણી પાવાનું હોય જેથી ડીઝલ લઈને ખેતરે ગયા હતા. સવારના સુમારે પરિવારાજનોએ ફોન કરતા ફોન ના ઉપડતા પરિજનો ચિંતિત બન્યા હતા અને ખેતરે પહોંચ્યા હતા.


આ દરમિયાન દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.અહીં લોહીથી લથબથ હાલતમાં પરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસે લોહીવાળો પાવડો મળી આવ્યો હતો. તો ખેત મજુર રાકેશ નામનો આદિવાસી મજુર અને તેની પત્ની ત્યાં જોવા મળ્યા ન હતા. જેથી ખેત મજુર રાકેશ અને તેની પત્ની પરેશભાઈની અગમ્ય કારણોસર હત્યા નાસી ગયા હોય તેવી શંકા ઉદભવી છે.


સુરતના બેગમપુરા નવાબની વાડીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા લૂંટારુએ મોબાઈલ ફોન અને બે હેડફોન સાથે 13 હજારની લૂંટ કરી હતી. આ હાજર મહિલાએ લુટારુ સામે પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ આધેડ મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત તેના પતિ અને પુત્રને પણ ઢોર માર મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 


માત્ર ૧૩ હજારની રકમ માટે ખુની ખેલ ખેલ્યો


માત્ર ૧૩ હજારની રકમ માટે આતંકનો ખેલ ખેલનાર બે પૈકી એકને પુણા પોલીસે જ્યારે બીજાને સલાબતપુરા પોલીસે ઝડપી લીધો છે. નવાબની વાડી કુબેરજી હાઉસ સામે આવેલ હનુમંત નમકીન ઉપરના મકાનમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા ફરસારામ તેમની ૪૮ વર્ષીય પત્ની ગીતાબેન પ્રજાપતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે.


ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર