જૂનાગઢ : જૂનાગઢમાં મજેવડી તોફાન કાંડ મામલે જેલ હવાલે આસીફ સાંધને જામીન મળતા ઉજવણી કરવામાં આવી હતી.  જામીન મળતા આસીફ સાંધ દ્વારા  જાહેરમાં ફટાકડા ફોડી જશ્ન મનાવવામા આવ્યો હતો.  ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી. પોલીસે આસિફ સાંધ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી છે.  જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.  પોલીસે આસીફ સાંધ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. 


જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહને હટાવવા માટે મહાનગરપાલિકા દ્રારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ ટોળું એકઠુ થયું હતું અને હોબાળો કર્યો હતો આ સમયે તોફાની તત્વોએ હોબાળો કરતા પથ્થરમારો પણ કર્યો હતો જેમાં પોલીસકર્મીને ઇજા પણ થઇ હતી.  રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 


જૂનાગઢ શહેરમાં આવેલ મજેવડી દરવાજા પાસે હજરત ગેબનશાહ પીર દરગાહની દીવાલ ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ ચોટાડેલ જેના વિરોધમાં પૂર્વ આયોજિત કાવતરું રચીને 500 જેટલા ટોળાએ પોલીસ અધિકારી સહીત રાહદારી પર હુમલો કરી પોલીસ ચોકી અને વાહનોને નિશાન બાનવી તોડફોડ કરી હતી. 


Vadodra crime: ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યામાં મોટો ખુલાસો, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની


વડોદરાના કારેલીબાગમાં વહેલી સવારે ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યારો પકડાયો અને જે ઘટના સામે આવી તે ફિલ્મી સ્ટોરી જેવી છે.  વડોદરા શહેરના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીના રોજ ફૂટ વેચવા નીકળેલા યુવકને ચાકુના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી હતી. યુવકને છરીના ઘા મારતા પોલીસ પહોંચી તે પહેલાં લોહીલુહાણ હાલતમાં યુવકે ઘટનાસ્થળે જીવ છોડ્યો હતો. 


ફ્રુટના વેપારીને હત્યા કરનાર ગુલઝારે સોપારી લીધી હતી. આ સોપારી આપનાર જિશાન પઠાણને હત્યા થયેલ યુવકની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ પ્રેમસંબંધ પામવા અને પ્રેમિકાને પામવા ગુલઝારને હાથો બનાવી જિશાને નિઝામની હત્યા કરી નાખી હતી. 


આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસમાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું અને તે ફ્રુટનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું હતું. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવારે ઘટના સ્થળે પહોંચી આક્રંદ કર્યું હતું અને નાઝીમને કોઈના સાથે દુશ્મની  ન હોવાનું જણાવ્યું હતું.જોકે પોલીસ તપાસમાં નજીકમાં રહેતા ગુલઝાર પઠાણ પર શંકા જતા તેની ધરપકડ કરવામા આવી અને પૂછતાછમાં તેણે 30 હજાર ઉધાર માંગતા અને નાઝીમએ ન આપતા તેની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.