ગાંધીનગરઃ દેહગામના બારડોલી કોઠીમાં યુવતીની માથામાં પથ્થરના ઘા મારીને હત્યા કરનારા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. થોડા દિવસ પહેલા ઘમીજ રોડ પર આવેલ નર્મદા કેનાલમાંથી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક નિમિષાબેન દિનેશભાઇ રાઠોડને તેમની નણંદ અંજનાબેન રાઠોડે સોપારી આપી હત્યા કરાવી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા કેમ કરાવી નાંખી તે તપાસ પછી બહાર આવશે.
ઘરઘાટી રાજેશ મનહરભાઈ ડોડીયાને 50 હજાર રૂપિયા આપવાનું જણાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરઘાટીએ મૃતકને હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ પાણીમાં પીવડાવી બેભાન કરી કેનાલમાં ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે મૃતક બેભાન નહીં થતા પથ્થરના ઘા મારી મૃત્યુ નિપજાવી કેનાલમાં લાશ ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૃતક મહિલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હતા. એલસીબીએ આરોપીઓને દહેગામ પોલીસને સોંપતા કેસની વધુ કાર્યવાહી દહેગામ પોલીસે હાથ ધરી છે.
ગત 17મી ડિસેમ્બરે નિમિષાબેનની લાશ મળી આવી હતી. મૃતક યુવતીએ મહેંદી અને ગુલાબી રંગની ફુલભાતવાળો ડ્રેસ અને છીકણી રંગનો પાયજામો પહેરેલો હતો. તેમજ જમણા હાથે છુંદણાથી અંગ્રેજીમાં દિનેશ લખેલું હતું. જ્યારે તેના હાથ પર મહેંદીથી દીશા અને દિનેશ લખેલું હતું.
બારડોલી કોઠી ગામની કેનાલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી તે કેનાલની બહાર થોડા અંતરે પોલીસને લોહીના નિશાન મળી આવ્યા હતા. તેમજ ઘટનાસ્થળે મહિલાને ઢસડી હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા.
ગાંધીનગરઃ 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Dec 2020 04:20 PM (IST)
મૃતક નિમિષાબેન દિનેશભાઇ રાઠોડને તેમની નણંદ અંજનાબેન રાઠોડે સોપારી આપી હત્યા કરાવી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા કેમ કરાવી નાંખી તે તપાસ પછી બહાર આવશે.
તસવીરઃ પોલીસ કસ્ટડીમાં ભાભીની હત્યા કરાવનાર નણંદ અંજનાબેન રાઠોડ અને ઘરઘાટી રાજેશ મનહરભાઈ ડોડીયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -