લગ્નમાં ગયેલી છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની પર બે યુવકોએ કર્યો ગેંગરેપ, જાણો વિગતે
ભુવનેશ્વરઃ ઓડિશામાં એક છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. જ્યારે વિદ્યાર્થીની એક લગ્નમાં ગઇ હતી ત્યારે બે યુવકોએ તેનું અપહરણ કરીને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે, આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
કાંતામલ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક, પૂર્ણચંદ્ર કિશને કહ્યું, છોકરીએ કહ્યું કે તે એક સંબંધીને ત્યાં લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઇ હતી, તે સાંજે પોતાની કાકી સાથે ગામમાં શૌચક્રિયા માટે બહાર ગઇ હતી. તે સમયે કોડીબહલના બે યુવકોએ તેનું અપહરણ કરી લીધું અને અને તેમાંથી એક યુવકે તેની સાથે રેપ કર્યો હતો.
ફરિયાદ અનુસાર, છઠ્ઠા ધોરણની છોકરી પોતાના કાકાના ત્યાં એક લગ્ન સમારોહામાં ભાગ લેવા ગઇ હતી. જ્યારે તે શૌચ માટે તે બહાર ગઇ, તે દરમિયાન બે યુવકો તેને જબરદસ્તી જંગલમાં લઇ ગયા અને તેની સાથે રેપ ગુજાર્યો હતો. પોલીસે કહ્યું કે યુવકોએ જે સમયે છોકરીનું અપહરણ કરી તેની સાથે રેપ કર્યો તે સમયે તે તેની કાકીની સાથે હતી.
પોલીસે કહ્યું કે, ઘટના ઓડિશાના બૌધ જિલ્લાના કોડીબહલ ગામમાં બની હતી. જોકે પીડિતના પરિવારની ફરિયાદના આધારે કાંતામાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.