મહીસાગરઃ પરણીત પ્રેમીકાને અન્ય સાથે પણ સંબંધની પ્રેમીને થઈ શંકા? શું આવ્યો અંજામ?
આ અંગે ડીંટવાસ પોલીસમાં ગત તા. ૨૬-૧-૧૮ના રોજ નોધાવેલા ગુનામાં ફરિયાદી ધીરાભાઇ સોમાભાઇ પટેલીયા(રહે. સરસડી અરમા ફળીયું, તા કડાણા જી.મહિસાગર)ની ફરિયાદને આધારે તા. ૨૮ના રોજ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ જણાવ્યું કે મરનાર લીલાબેન સાથે તેને છેલ્લા બે વર્ષથી તેને પ્રેમ સંબંધ હતો અને તેના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં મળવા જતો હતો અને ગત તા.૨૧-૧-૨૦૧૮ના રોજ રાત્રીના સમયે હું મળવા ગયો ત્યારે લીલા બીજા માણસ સાથે આડા સંબંધ રાખતી હોય આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરી હતી.
આ અંગેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં લીલાબેનની હત્યા ગળું અને મોઢું દબાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આથી મહિસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતાં પરિણીતાના લગ્નેત્તર સંબંધ હોવાનં ખુલ્યું હતું. પોલીસે યુવતીના પ્રેમી રમેશભાઇ દેવાભાઇ તલાટ (રહે. કરવાઇ તા કડાણા)ને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
મહીસાગરઃ કડાણાના સરસડી ગામે પરિણીત મહિલાની તેના જ પ્રેમીએ હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમીએ યુવતીને અન્ય યુવક સાથે પણ સંબંધ હોવાની શંકા ઉપજતાં ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને લાશ ઘરની પાછળ નાંખીને ભાગી ગયો હતો.
પરિણીતાની હત્યાના બીજા દિવસે એટલે ગત 22મી જાન્યુઆરીએ ડીંટવાસ પોલીસને લીલાબેન ડામોરની લાશે તેના પિતા ધીરાભાઈ પટેલીયાના ઘરની પાછળ આવેલી પડતર જમીનમાંથી મળી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.