યુપીમાં ધોળે દિવસે સ્કૂલની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ
વારદાત બાદ આરોપી, વિદ્યાર્થીને રસ્તાં પર જ ફેંકીને ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થી જેમતેમ કરીને પોતાના ઘરે પહોંચી અને તેની માને આ વિશે માહિતી આપી હતી. બાદમાં છોકરીના કાકા અને તેને પોલીસ સ્ટેશન લઇ ગયાં અને પીડિતાએ રિપોર્ટ નોંધાવ્યો હતો.
પોલીસ અનુસાર, ઘટના સહપઉ વિસ્તારનો છે અને પીડિતા હાઇસ્કૂલની વિદ્યાર્થીની છે, તે એક્ઝામ આપવા ગઇ હતી અને પાછી ફરતી વખતે તેનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં કેટલાક બદમાશો દ્વારા ગેંગરેપની ઘટનાને અંજામ અપાયો હતો.
કેટલાક બદમાશો ધોળેદિવસે છોકરીને એસયુવી કારમાં ઉઠાવી ગયા બાદમાં બળાત્કાર કર્યો હતો. જોકે પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
હાથરસઃ યુપીમાં ફરી એકવાર શર્મસાર કરનારી ઘટના ઘટી છે. યોગી આદિત્યનાથની સરકારના દાવાને પોકળ સાબિત કરતી ગેંગરેપની ઘટના સામે આવી છે. યુપીના હાથરસ જિલ્લામાં એક વિદ્યાર્થી સાથે કેટલાક બદમાશો ઉઠાવી ગયા અને ગેંગરેપ કર્યો હતો.
પીડિતાએ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. એએસપીએ ઘટનાસ્થળની તપાસ કરી અને બાદમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.