Kutch News:કચ્છમાંથી પાકિસ્તાનને માહિતી પહોંચાડનાર જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ BSFના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો
કચ્છથી પાકિસ્તાન માટે જાસુસી કરતો શખ્સ ઝડપાયો છે. નિલેશ નામના શખ્સની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આ શખ્સ BSFના યુનિટમાં પ્યુન તરીકે કામ કરતો હતો. આ શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાનો ખુલાસો થયો છે. આટલું જ નહી આ રીતે દેશની ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ તે પાકિસ્તાન પાસેથી પૈસા પણ લેતો હતો.
Surat: ઇકો સેલની મોટી કાર્યવાહી, શહેરમાંથી 1.54 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરી કરનારાને ઝડપી પાડ્યો
સુરત શહેરમાં વધુ એક ગુનાખોરી પ્રવૃત્તિ સામે આવી છે, શહેરમાં દોઢ કરોડથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરનારા શખ્સનો ઇકો સેલે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 1.54 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરીમાં એજન્ટ કિરણ ભાનુશાળીની ધરપકડ કરી છે. આ કેસમાં હવે 1.91 કરોડના માલ સામે માત્ર 37 લાખ જ ભરવામાં આવ્યા હતા. આરોપીએ 1.54 કરોડના બૉગસ બિલો બનાવીને ડ્યૂટી ચોરી કરી હતી અને ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ ડિપાર્ટમેન્ટે 1.31 કરોડની રકમની નૉટિસ આપીને બૉગસ ડૉક્યૂમેન્ટ રજૂ કરાયા હતા, જોકે, કંપનીના સંચાલકે આ ઘટન બાદ સીએચએ કિરણની તપાસ કરાવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો, અને બાદમાં ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક માહિતી બદલ 25 હજારથી વધુ રકમ લેતો હોવાનું સામે આવ્યું છે
તબિયત ખરાબ હોવાનું કહી પરિણીતાને ઘરે બોલાવી આચર્યું હતું દુષ્કર્મ
સુરતમાં લિંબાયતમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા નિવૃત પીએસઆઇની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપી નિવૃત પીએસઆઇ ડી.એચ.વાઘેલાને ગાંધીનગરથી સુરત લાવવામાં આવ્યો હતો. ડી.એચ.વાઘેલા પર 42 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. પરિણીતાને તબિયત ખરાબ હોવાનું કહીને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ઘરે ટિફિન સર્વિસનું કામ કરતી હતી. નોંધનીય છે કે 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટિફિન સર્વિસનું કામ કરતી હતી ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ તબિયત ખરાબ હોવાનું કહીને ડીએચ વાઘેલાએ મને તેમના ઘરે બોલાવી હતી અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેમણે મને આ વાતની જાણ કોઇને કરશે તો કેસ કરવાની અને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં બદનામીના ડરથી મહિલાએ તે સમયે આ ઘટનાની જાણ કોઇને કરી નહોતી પરંતુ બાદમાં તેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી હતી.