Meerut: મેરઠમાં પોલીસે બાતમીના આધારે જુગારધામ પર રેડ કરી હતી. આ હાઈપ્રોફાઈલ જુગાર ધામમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે જ જુગારધામમાં જુગારીઓની સાથે 9 યુવતીઓ પણ ઝડપાઈ હતી. આ સટ્ટા માફિયાઓનું નેટવર્ક ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ચંદીગઢ, દિલ્હી અને યુપીમાં ફેલાયેલું છે. જ્યાં મેરઠમાં પહેલીવાર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ જુગારધામ પાર્ટીનું તમામ બુકિંગ ઓનલાઈન થયું હતું.
ફિલ્મી સ્ટાઈલમાં કસિનો ચાલતો હતોઃ
મેરઠ પોલીસે બાતમીના આધારે જુગારધામમાં પાડેલી રેડમાં મોબાઈલ, લક્ઝરી વાહનો, જુગારના સિક્કા અને પત્તાની ડેક મળી આવી છે. મળતી માહિતી પ્રમાણે મેરઠની ઓક ટ્રી હોટલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મેરઠના દિલ્હી-દેહરાદૂન હાઈવે પર બનેલી આ હોટલ બદમાશીનો અડ્ડો બની ગઈ છે. આ હોટલમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ફિલ્મોમાં જોવા મળતા કસીનો સ્ટાઈલથી જુગારધામ ચાલતું હતું. સાથે જ વિદેશી યુવતીઓને પણ લાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
મેરઠ પોલીસના એએસપી બ્રહ્મપુરી વિવેકચંદ યાદવે આ જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ હોટલમાં અફરા તરફી મચી ગઈ હતી. પોલીસે કુલ 43 લોકોને સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા. પોલીસ અધિકારીઓ પ્રમાણે જુગાર રમવા માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું હતી. જેના માટે પુણે, દિલ્હી, ચંડીગઢ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદશથી આવ્યા હતા. મહત્વનું છે કે, આ સમગ્ર કસિનોમાં એકપણ વ્યક્તિ મેરઠનો ન્હોતો બધા લોકો બહારથી ખાસ જુગાર રમવા અહીં આવ્યા હતા.
9 વિદેશી યુવતી પણ ઝડપાઈઃ
કસિનોમાં છ વિદેશી યુવતીઓ સહિત 9 યુવતીઓ પણ હતી. મોજમજા માણવા માટે વિદેશી યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એસપી ક્રાઈમ અનિત કુમારના જણાવ્યા પ્રમાણે આ રેકેટને પાંચ લોકો સંચાલિત કરતા હતા. પાંચ પૈકી એક વ્યક્તી ગુજરાતનો વેપારી હોવાનું માલુમ પડે છે. આ ગેંગના અન્ય લોકોને પણ પોલીસ શોધી રહી છે. આ લોકો પાસેથી આશરે 7,58,000ની રોકડા અને 12 ગાડીઓ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.