વલસાડઃ કપરાડામાં ખૂદ પુત્રે જ માતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માતામાં ડાકણ હોવાનો વ્હેમ રાખી કરી હત્યા. ગઈ કાલે આ કૃત્ય કર્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
રવિવારના સાંજે પીએચસી દહીંખેડ ખાતે એમ્બ્યુલન્સ ડ્રાયવર તરીકે નોકરી કરતા સતિષ દારૂના નશામાં માતાને લાકડાના ફટકા મારતા મોત થયું હતું. કપરાડા તાલુકા આંબાજંગલના મુરુંમટી ફળીયામાં માતા ઉપર ડાકણનો વ્હેમ રાખી હત્યા કરી છે. 31 વર્ષીય આરોપી સતિષ અને તેમની પત્ની રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. દારૂ પીને ઘરે જઈ ડાકણનો વ્હેમ રાખીને 72 વર્ષીય માતા શાળીબેન સીતારામ ચવધરી પર લાકડાના ફટકા વડે તૂટી પડ્યો હતો.
માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આરોપી પુત્ર સતિષની પત્ની ખેતરથી ઘરે પરત આવતા આંગણામાં સાસુમાં બેહોશ પડેલી જોતા ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. હત્યા બાદ આરોપી પુત્ર સતિષ ખુદ પોતે ગામમાં કહેતો હતો કે, મારી માતાને મેં મારી નાખી છે.
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?
વડોદરાઃ પાલડીના યુવાને કેનાલમા પડતુ મુકી જીવન ટુકાવ્યું છે. આર્થિક ખેંચના કારણે યુવાન માનસિક તણાવનો સામનો કરતો હતો. એકમાત્ર CNG રીક્ષાથી કુંટુંબનુ ભરણપોષણ કરતો હતો. જન્માષ્ટમીએ રિક્ષા પલટતાં યુવક માનસિક તણાવમાં આવ્યો હતો.એક માત્ર આજીવિકાનુ સાધન વારંવાર ખર્ચ કરાવતા યુવકને લાગી આવ્યુ.
નર્મદા કેનાલમા તણાવ અનુભવતા યુવકે મોતની છલાંગ લગાવી હતી.
બે સંતાનના પિતાએ ભરેલા પગલાથી પરિવારમા શોકનો માહોલ છે. નર્મદા કેનાલના ઊંડા પાણીમા ગરકાવ થતા જરોદ પોલીસ મથકે ફરીયાદ. યુવકનો ઊડા પાણીમા ગરકાવ થયા બાદ કોઈ પત્તો નહિ.
Kutch Accident : નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4ના મોત
કચ્છઃ નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં.
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.