અમદાવાદઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં ચાર ચાર લોકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ખડિયા ગામે વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘર કંકાસના કારણે પતિએ કરી પત્નીની હત્યા. મોડી રાત્રીના પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં બની ઘટના. તિક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા. ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડાઈ. પોલીસે હાથ ધરી તપાસ.
મહિસાગરમાં સંઘરી ભાથાની મુવાડી ગામે પૈસાની બાબતે થયેલા ઝઘડામાં આધેડના માથામાં સ્ટીલનો ગડો અને પથ્થર મારી હત્યા કરાઈ. નાથાભાઈ સુફરાભાઈ પટેલીયાની માથાના ભાગે સ્ટીલનો ઘોડો અને પત્થર મારી હત્યા કરવામાં આવી. કડાણા પોલીસ તેમજ ડીવાયએસપીએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ગત રાત્રીના સમયે બનાવ બન્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો.
ગીર સોમનાથમાં ઉનાના ચાચક વડ ગામે માવો ખાવા બાબતે યુવાની હત્યા કરાઈ. સામન્ય માવાએ યુવાનનો જીવ લીધો. યુવાનના શરીરના ગુપ્ત ભાગે આરોપીએ લાત મારતાં યુવાનનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના આંબાવાડી પાસે રિક્ષા ચાલકને અજાણ્યા શખસે છરી મારી હત્યા કરી. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. રિક્ષા ચાલક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. એલીસબ્રીજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ભાજપના કાર્યકર અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા, આજે કરાશે અંતિમ વિધિ
અમદાવાદઃ ભાજપના કાર્યકર્તા અને બિલ્ડર રાકેશ મહેતાની હત્યા મામલે પોલીસની અલગ અલગ ચાર ટિમો તપાસમાં લાગી છે. ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવશે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાજપના કાર્યકરની આજે અંતિમ વિધિ કરાશે. મૃતક રાકેશ મહેતાની ડેડબોડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં છે. પરિવારમાં ગમગીનીનો માહોલ,દોષિતોને ઝડપી અને કડક સજાની માંગ છે. માણેકબાગ સ્થિત સ્વરાજ સોસાયટીમાં મૃતક રાકેશ મહેતા રહે છે.
રાકેશ મહેતા ઉર્ફે બોબી બિલ્ડરને બુધવારે ખાડિયામાં મોન્ટુ નામદાર સહિત છ લોકોએ હત્યા કરી હતી. બેઝબોલના બેટ ફટકારી ખાડિયા સ્થિત રાકેશ મહેતાની ઓફિસ બહાર જ હત્યા કરી હતી. માણેકબાગ સ્થિત નિવાસ સ્થાનેથી રાકેશ મહેતાની અંતિમયાત્રા કાઢવામાં આવશે. વર્ષો જૂની અદાવતના કારણે મોન્ટુ નામદારે છ લોકો સાથે મળીને રાકેશ મહેતાની કરી હત્યા.