ટ્વિટર એક લોકપ્રિય માઇક્રો-બ્લોગિંગ સાઇટ છે. આ કારણે તે યુઝર્સને સતત નવી સુવિધાઓ આપે છે.  હવે કંપની હાલમાં જ રિલીઝ થયેલ ટ્વિટર સર્કલ ફીચર દરેક માટે ઉપલબ્ધ કરાવી રહી છે.


ટ્વિટરનું આ ફીચર પ્રાઈવસીને પસંદ કરતા લોકોને ઘણું પસંદ આવશે. ટ્વિટરનું આ ફીચર ઇન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ ફીચર જેવું જ છે. એટલે કે, તમે તમારા ટ્વિટ પર મર્યાદા સેટ કરી શકો છો. આ સાથે બધા યુઝર્સ તમારું ટ્વિટ જોઈ શકશે નહીં.જો કે, ટ્વિટર સર્કલ તમામ માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તમને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે. આ અંગે Digitએ રિપોર્ટ કર્યો છે. જ્યારે આ સુવિધા તમારા માટે ઉપલબ્ધ થશે ત્યારે તમને તેના વિશે પ્રોમ્પ્ટ મળશે.


Twitter સર્કલમાંથી તમારી ટ્વીટ્સ ફક્ત તમે પસંદ કરેલ લોકો દ્વારા જ જોઈ શકાય છે. આમાં તમે 150 લોકોને પસંદ કરી શકો છો. આ ફીચરની એક સારી વાત એ છે કે તમે ટ્વિટર સર્કલ દ્વારા ફોલોઅર્સ લિસ્ટની બહારના લોકોને પણ પસંદ કરી શકો છો.


જ્યારે તમે ઇનવાઇટ મોકલશો તો ત્યારે તેના વિશે અન્ય યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવશે. ટ્વીટર સર્કલના આ યુઝર્સ રીટ્વીટ અથવા ક્વોટ ટ્વીટ સિવાયની પોસ્ટ શેર કરી શકતા નથી. જો કે, તેઓ તેનો સ્ક્રીનશોટ લઈને તેને સેવ કરી શકે છે.


Twitter સર્કલનો ઉપયોગ કરવા માટે તમારે Twitter એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી તમારે પ્લસ આઇકોન પર ક્લિક કરીને ટ્વિટ કંપોઝ કરવાનું રહેશે. ટ્વીટની ઉપર તમે એવરીવનનો ડ્રોપ ડાઉન વિકલ્પ જોશો.આ સાથે તમારે ટ્વિટર સર્કલનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમે અહીંથી Twitter સર્કલના સભ્યોને પણ અહીથી એડિટ કરી શકો છો. ટ્વીટ લાઈવ થઈ ગયા પછી પણ તમે ટ્વિટર સર્કલના સભ્યોની યાદીમાં ફેરફાર કરી શકો છો.