વલસાડઃ ગુજરાત પોલીસની લગ્નની ગાઇડલાઇનને લઈને બેધારી નીતિ સામે આવી છે. સુરતના ઉધોગપતિ લવજી બાદશાહના ત્યાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યનાશ થયો હતો. પોલીસ જોતી રહી અને સત્યનાશ વળતો રહ્યો. પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ લગ્નમાં માસ્ક અને નાઇટ કર્ફ્યૂ સહિતના નિયમોનો ઉલાળ્યો થયો હતો. જોકે, વલસાડમાં પોલીસે નાઇટ કર્ફ્યૂં ભંગની કાર્યવાહી કરતાં નવદંપતીને પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. આમ, ગુજરાત પોલીસની બેધારી નીતિ સામે આવી હતી.
રાત્રી કર્ફ્યું દરમિયાન દુલ્હા દુલ્હન સહીત જાનૈયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને મામલે તપાસના આદેશ છૂટ્યા છે. સમગ્ર પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ તપાસના આદેશ આપ્યા છે. ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસ પબ્લિક વચ્ચે સંબંધો સુધરે એ માટે પોલીસ વડાએ ટ્વીટ કર્યું છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.
વલસાડમાં રાત્રી કરફ્યુ ભંગમાં દુલ્હન તેમજ દુલ્હો પહોંચ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજ્યમાં વધતા જતા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે મહાનગરો સહિત 19 શહેરોમાં રાત્રી દરમ્યાન રાત્રી કરફ્યુ ની અમલવારી શરૂ. છેલ્લા બે દિવસથી વલસાડ તેમજ વાપી શહેરમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બની ઘટના.
વલસાડ શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ હેઠળ નવ પરણીત વર-કન્યા અને માજી પ્રમુખ રાજુ મરચા સહિત પરિવાર તેમજ અન્ય લોકોની પોલીસે ધરપકડ કરી હતી. રાજુ મરચાના પરિવારને પોલીસે સવારે આવવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી વલસાડ તેમજ વાપી શહેર માં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવેલ છે અને ઠેરઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાય રહ્યું છે.
વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંના ભાઈ મનોજના દિકરાના લગ્ન અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં હતા. ગઈ કાલે રાત્રે નવપરણિત વર-કન્યાની વિદાય થઇ હતી. કન્યા પોતાના સપના અરમાનો સાથે લઈ સાસરે જાય એ પહેલા જ વર-કન્યાનું સ્વાગત કરવા ઉતરેલી વલસાડ સીટી પોલીસે રાત્રી કરર્ફ્યુનો ભંગ કરવા બદલ નવ પરણીત વર-કન્યા અને રાજુ મરચાના પરિવાર સહિતની અટક કરવામાં આવી હતી.
લોકડાઉન ભંગના કેસમાં વલસાડ શહેર પોલીસે ઝડપી દુલ્હા દુલ્હન સહિત જાનૈયાઓને ઝડપી પાડ્યા હતા. દુલ્હા દુલ્હનને રાત વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં ગુજારવી પડી હતી. પોલીસે તમામને વલસાડ પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ વલસાડ જિલ્લા કલેકટરને વલસાડ વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા હેરાનગતિ કરવાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધારો થતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અમલમાં લાવવામાં આવ્યું છે જેને લઇને આ કરફ્યૂમાં પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોવાને લઈને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠયા છે. આજ રોજ વલસાડ જિલ્લા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર એસોસિએશન દ્વારા રાત્રિ કરફ્યુમાં જઈને વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા અન્ય સ્થળેથી કરફ્યુ વિસ્તારમાં પ્રવેશતા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જેમાં પોલીસ દ્વારા સાધન સામગ્રી જોયા બાદ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર કરે છે અને પૈસા પણ લેવામાં આવે છે.
પોલીસ દ્વારા માસ્ક દંડ ના નામે 1000 રૂપિયા લેવામાં આવે છે અને તુરંત બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવે છે જેને લઈને બીજા દિવસના ઓર્ડર પર આની સીધી અસર દેખાઈ છે. પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવવામાં નથી આવી રહ્યો હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી પગલાં લેવાઈ એવી માંગ કરાઈ હતી.