Surat News:સુરતમાં શિક્ષક પરિવારના સામુહિક આપઘાતના કેસમાં થયો મોટો ખુલાસો થય છે. પત્ની ફાલ્ગુનીના આડાસંબંધોથી કંટાળી અલ્પેશે પોતાના 2 પુત્રો સાથે મોતને વ્હાલુ કર્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાલ્ગુનીના મોબાઈલમાંથી અમુક ચેટ અને વીડિયો મળી આવ્યા હતા. જે જોઇને અલ્પેશને આઘાત લાગ્યો હતો.

સુરતની આ કરૂણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. પત્નીની બેવફાઇને પતિએ શબ્દમાં વર્ણવી છે. પતિની એક 400 પાનાની  ડાયરી પણ મળી આવી છે. જેમાં એક-એક શબ્દમાં વ્યથા અને લાચારી નિષ્પન થાય છે.

ઘટના સ્થળેથી અલ્પેશે લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે... અલ્પેશ પોતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.. જ્યારે પત્ની ફાલ્ગુની જિલ્લા પંચાયતમાં સિનિયક ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. અલ્પેશ અને ફાલ્ગુની બન્નેના પિતા પોલીસ કર્મી હોવાથી બન્ને પોલીસ લાઈનમાં રહેતા હતા.. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બન્નેએ પરિવારની મંજૂરીથી 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી પતિ - પત્ની વચ્ચે અણબનાવ હોવાનું અલ્પેશના પરિવારજનોનું કહેવું છે... આડા સંબંધો બાબતે ઘણીવાર સમજાવવા છતાં ફાલ્ગુની ન સુધરતા  અલ્પેશે દીકરાઓ સાથે આપઘાતી પગલું ભર્યાનું સામે આવ્યું છે.. અલ્પેશે પોતાના 2 વર્ષના અને 8 વર્ષના બાળકને ઉંદર મારવાની ઝેરી દવા સોફ્ટડ્રીંક્સમાં નાંખીને પીવડાવી હતી.. બાળકોના મોત બાદ તેની લાશ પલંગ પર મૂકી દીધી હતી.. આસપાસ બાળકોના ફોટા મૂક્યા હતા અને બાદમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને પોતે આપઘાત કરી લીધો હતો.. હવે પોલીસે ફાલ્ગુની સામે તપાસ શરુ કરી છે.

પતિ અલ્પેશ પત્નીના સહકર્મી સાથેના અફેરથી તૂટી ગયા હતા. અલ્પેશે પત્નીને સમજાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ પત્નીએ તેમની વ્યથાને અવગણી હતી. આખરે અલ્પેશે પોતાની જાતને નિસહાય અને લાચાર અનુભવતા આખરે જિંદગી ટૂંકાવાનો નિર્ણય લીધો. આડા સંબંધમાં મગ્ન પત્નીના હવાલે બાળકો છોડવા કરતા તેમણે બાળકોને પણ સોફ્ટ ડ્રિન્કમાં ઝેર પિવડાવ્યું અને બાદ પોતે પણ સુસાઇડ કરી લીધી. ઉલ્લેખનિય છે કે, અલ્પેશ લાઇફ જર્નિની ડાયરી લખતા હતાં. જેમની આ રોજનીશીમાં સમગ્ર ઘટના વર્ણવવામાં આવી છે.