Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે. કયાં વિસ્તારમાં વરસાદ પડશે અને ક્યાં વિસ્તારમાં વરસાદ માટે ખેડૂતોએ હજું રાહ જોવી પડશે. જાણીએ હવામાન વિભાગની શું છે આગાહી, ગુજરાતમાં આગામી સાત દિવસ રાજય પર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી જેથી ગુજરાતમાં વરસાદની આ સપ્તાહમાં શક્યતા ઓછું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના દક્ષિણ ઝોનમાં કોઇક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગની મોડલ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્રના કેટ્લાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગામી સપ્તાહમાં શક્યતા નહિવત છે.  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, 10 ઓગસ્ટની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનું થોડું જોર વધે તેવુ અનુમાન સેવાઇ રહ્યું છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વરસાદની શક્યતા છે?

વલસાડ, નવસારી. ડાંગ, તાપી, સુરત, વાપી,  ભરૂચમાં મધ્યમ વરસાર આ સપ્તાહમાં ચાલું રહી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરી તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પૂર્વતર ગુજરાતમાં દાહોદ,પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, આ તમામ વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા દેખાઇ રહી છે. ટૂંકમાં આગામી સપ્તાહમાં ગુજરાતમાં છૂટછવાયો મધ્યમ વરસાદ છોડીને ભારે વરસાદની શક્યતા નહિવત છે. ઉલ્લેખનિય છે કે, 11 ઓગસ્ટ બાદ  ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.              

 દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તોહવામાન વિભાગની આગાહી મુજબ રાજધાની દિલ્લીમાંમાં શુક્રવાર 1 ઓગસ્ટે દિવસભર વાદળો છવાયેલા રહેશે, ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. મહતમ તાપમાન 34 અને ન્યૂયતમ તાપમાન 24 ડીગ્રી રહેવાની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હળવા વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 1 ઓગસ્ટે યુપી અને પશ્મિમી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં સહારનપુર, શામલી, મુજ્ફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાજિયાબાદ, હાપુડ, ગૌતમ બુદ્ધનનગર, અલીગઢ, મુથરા, હાથરસ, બિજનોરસ અમરોહા, મુરાદાબાદ, રામપુર અને બરેલીના આસપાસના વિસ્તાર સામેલ છે.

મધ્યપ્રદેશની વાત કરીએ તો નદીઓથી જોડાયેલા જિલ્લામાં સેંકડો ગામડામાં પુરથી ઘેરાયેલા છે. ગ્લાલિયર-ચંબલ, અંચલમાં રાજસ્થાનની કોટા બરાજ નોનાર ડૈમથી છોડવામાં આવેલ પાણીના કારણે ચંચલ નદી ઓવરફ્લો  થઇ રહી છે. આ કારણે આ વિસ્તારમાં આવેલા ગામમાં પુરની સ્થિતિ છે.