અમદાવાદ: મહંત સાથે ઈલાજના બહાને પાંગરેલા સંબંધો મહિલાને ભારે પડ્યા છે. મહંત પાસે મહિલા ઈલાજ કરાવવા જતી હતી જે બાદ બન્ને વચ્ચે નજીકના સંબંધો બંધાયા, જેની જાણ મહિલાના પતિને થતા પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પતિ પોતાના વતન જવા ટ્રેનમાં બેસીને નિકળી ગયો હતો. જો કે નારોલ પોલીસે પણ સતર્કતા દાખવી હત્યા કરીને ફરાર થઈ રહેલ આરોપી પતિને ટ્રેન રોકાવી ઝડપી પાડ્યો હતો. 


નારોલની આકૃતિ ટાઉનશિપમાં પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ટ્રેન મારફતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. ટ્રેન મધ્યપ્રદેશની બોર્ડર ક્રોસ કરવા નજીક હતી ત્યારે પોલીસે તેના મોબાઇલના લોકેશનના આધારે મધ્યપ્રદેશની બોર્ડર પાસે એટલે કે દાહોદ નજીકથી આરોપીની ધરપકડ કરી. રસપ્રદ વાત એ છે કે પોલીસે જ્યારે આરોપી પતિના મોબાઈલનું વારંવાર લોકેશન ટ્રેસ કર્યું ત્યારે રેલ્વે ટ્રેકનું લોકેશન જણાવ્યું. જેના આધારે પોલીસે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કર્યું અને માલુમ પડ્યું કે આરોપી ગોરખપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. 


જે બાદ દાહોદ પોલીસ અને રેલવે પોલીસની મદદથી ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડયો. મોટી વાત એ છે કે નવ વર્ષ પહેલા મૃતક પત્ની અને આરોપી પતિના પ્રેમ લગ્ન થયા હતા. જેમાં બન્નેને બે સંતાનો પણ છે. પોલીસનું કહેવું છે કે આ હત્યા પૂર્વ આયોજિત હતી. કારણ કે પત્નીના મહંત સાથેના અનૈતિક સંબંધોથી પતિ પરેશાન હતો, જેથી તેણે પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો. જે માટે તેણે પાંચ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ જવાની ટ્રેનની ટિકિટ પણ કન્ફર્મ કરાવી લીધી હતી. આરોપી તેના બે સંતાનોને લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


 કારખાનામાં જ કામ કરતા કારીગરે ફેક્ટરીના માલિકની જ કરી નાખી હત્યા


સુરતમાં કારખાના માલિકની સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી.. હત્યા બાદ હુમલો કરનાર  કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.


ઘટનના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોનું કહેવું  છે કે, કારખાનામાં કામ કરનાર કારીગરો પરપ્રાંતિય છે અને અસામજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઇ હતી. 2 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.