How To Control Diabetes in Christmas: 
નાતાલનો તહેવાર અનેક લોકો માટે ખાસ છે. આ તહેવારને લોકો તેમના મિત્રો તેમજ પરિવાર સાથે ધામધૂમથી સેલિબ્રેશન કરી શકો છો. પરંતુ તહેવારોની આ સિઝનમાં ડાયાબિટીસના લોકોને ચિંતા રહેતી હોય છે.


Christmas Celebration: 
ભારતમાં બાકી બધા તહેવારોની જેમ જ નાતાલનો તહેવાર પણ એટલો જ ધામધૂમથી ઉજવાય છે. ક્રિસમસની ઉજવણી કરવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ, આમ તો ઇસાઇ ઘર્મના લોકો માટે આ તહેવાર સ્પેશિયલ હોય છે. પરંતુ આજે બધા જ ધર્મના લોકો ક્રિસમિસની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે. આ ખાસ દિવસે લોકો પેટ ભરીને સ્વીટ્સ, સ્નેક્સ અને કુકીઝ જેવી વાનગીઓ ખાતા હોય છે. પરંતુ આ સેલિબ્રેશનમાં સૌથી મોટી તકલીફ ડાયાબિટીસના દર્દીઓને પડતી હોય છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે ગળ્યું ખાવાના શોખીન છો તો આ ટિપ્સ ફોલો કરી શકો છો.


જો તમે આ કાળજી રાખશો તો ડાયાબિટીસ હોવા છતાંય ક્રિસમસને એન્જોય કરી શકશો. કેટલીક એવી ટિપ્સ છે જે તમે પ્રોપર રીતે ફોલો કરશો તો ડાયાબિટીસના દર્દીઓ ક્રિસમસને મસ્ત રીતે સેલિબ્રેશન કરી શકશે.


પહેલાંથી આ તૈયારી કરી લો


ડાયાબિટીસના દર્દીઓ ક્રિસમસ અને ન્યૂ યર પહેલા ખાસ એ તૈયારી કરી લો કે તમારું ખાવા-પીવાનું કેવું અને શું છે. તમારું મેનુ તમે પહેલાંથી જ નક્કી કરી લો. આ મિલ્સમાં તમે આર્ટિફિશિયલ સ્વીટનેસ અને બીજા ખોરાકની પસંદગી કરવામાં પ્રોપર ધ્યાન આપો છો તો બ્લડ સુગરને કંટ્રોલમાં કરી શકો છો.


સેલિબ્રેશન પછી તરત સૂઇ ના જશો
આરોગ્યના નિષ્ણાતો અનુસાર ક્રિસમસ પાર્ટી તેમજ ન્યૂ યર પાર્ટીમાં જમ્યા પછી તરત ઊંઘશો નહીં. તરત ઊંઘવાથી આરોગ્યને અનેક ગણું નુકસાન થાય છે. આ માટે ન્યૂ યર સેલિબ્રેશનમાં જમ્યા પછી તરત થોડુ વોક કરો અને ઓછામાં ઓછા એક કલાક પછી સુવો. તમે ભોજનના અડધો કલાક પછી હળવી એક્સેસાઇઝ પણ કરી શકો છો. આમ કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે અને સાથે તમારું આરોગ્ય પણ સારું રહે છે.


નિયમિત કસરત કરો 


વર્ષમાં ક્રિસમસ એક ખાસ તહેવાર છે. આ તહેવારની મજ્જા મિત્રો તેમજ પરિવાર સાથે મળીને આવે છે. ક્રિસમસ દરમિયાન તમે પેટ ભરીને ખાવાનો વાંધો નથી, પરંતુ તેની સામે જો લોકો ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે દિવસમાં ઓછામાં ઓછી 2 થી 3 કલાક કાઢો જેનાથી બંને વચ્ચે યોગ્ય સંતુલન જળવાશે.