પશ્ચિમ બંગાળના આસનસોલમાં હોટલમાં રંગરેલિયા મનાવી રહેલા પતિને પત્નીએ રંગેહાથ ઝડપ્યો હતો અને જાહેરમાં ફટકાર્યો હતો. મહિલા હાથમાં હેલ્મેટ લઈને પતિ અને તેની પ્રેમિકાને ફટકારતી હતી. જેને લઈ લોકોએ વીડિયો શૂટ કરી લીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.


ક્યાંની છે ઘટના


પત્નીએ તેના પતિની પ્રેમિકાને જાહેરમાં ઢસડી હતી. આ ઘટના આસનસોલના બર્નપુર રોડ પર બની હતી. પત્નીએ બર્નપુર રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં પતિને બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતા ઝડપ્યો હતો.


પતિની પ્રેમિકાને હેલમેટથી પત્નીએ ફટકારી


જે બાદ પત્નીએ જાહેરમાં જ મહિલાને હેલમેટથી ફટકારી અને ગડદાપાટુ માર્યા. બાદમાં પતિ-પત્નીને આસનસોલ સાઉથ પોલીસ ચોકીમાં લઈ જવામાં આવ્યા. પોલીસે પતિ અને પ્રેમિકાની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી.


પોલીસે શું કહ્યું


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બર્નપુર નિવાસી મોહનલાલ બર્નપુર રોડ સ્થિત એક ખાનગી હોટલાં રોકાયા હતા. તેની સાથે એક મહિલા પણ હતી. પતિની પ્રેમલીલાની ગંધ આવતાં પત્નીએ તેનો પીછો કર્યો હતો. તેણે મોહનલાલ અને તેની ગર્લફ્રેન્ડને હોટલના રૂમમાં કઢંગી હાલતમાં પકડ્યા હતા. પત્નીએ પતિની પ્રેમિકાને ગલીમાં દોડાવી દોડાવીને મારી હતી. મહિલાએ પતિને ગર્લફ્રેન્ડને પોલીસને સોંપી દીધી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચોઃ પુરૂષને 23 વર્ષ નાની યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, બંને રોજ માણતાં શરીર સુખ,  પુત્રને પડી ખબર ને.....


ડાયરાના કિંગ માયાભાઈ આહીરની આ વાતો નહીં જાણતા હોવ


Medplus Health Services IPO:   આજે ખૂલ્યો Medplus Health Services નો આઈપીઓ, ગ્રે માર્કેટ પ્રીમિયમ છે મજબૂત


IBPS SO Admit Card 2021: IBPS એ સ્પેશલિસ્ટ ઓફિસર ભરતીની પ્રી-પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, આ રીતે કરો ડાઉનલોડ