Crime News: મહારાષ્ટ્રના ચંદ્રપુરથી હત્યાનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પિતાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા જેને લઈ ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. દરરોજના કલેશથી પરેશાન થઈ 20 વર્ષીય પુત્રએ પિતાની પ્રેમિકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પિતરાઈ ભાઈ સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી.
32 વર્ષની પ્રેમિકાને 55 વર્ષના પ્રેમી સાથે હતા સંબંધ
આ મામલો ચંદ્રપુરના રામનગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા રમાબાઈ નગરનો છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઉંમર 32 વર્ષ છે અને તેના ત્રણ બાળકો છે. તે પતિથી અલગ રહે છે. મૃતક મહિલાના પ્રેમીની ઉંમર આશરે 55 વર્ષ છે. પોલીસે હત્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
મૃતક મહિલા ચાર વર્ષથી પતિથી અલગ રહેતી હતી
હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને અનેક મહત્વની જાણકારી મળતી ગઈ. મૃતક મહિલાની એક પુત્રી અને બે પુત્રો છે. છેલ્લા ચાર વર્ષથી પતિથી અલગ રહે છે. તેનો પતિ બીજા રાજ્યમાં રહે છે,
આરોપીએ શું કરી કબૂલાત
આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેમને પિતાની આવી હરકત સારી નહોતી લાગતી. અનેક વખત પિતાને સમજાવવાની કોશિશ કરી છતાં ન માન્યા. જેના કારણે ઘરમાં રોજ ઝઘડા થતી હતી.
પોલીસે શું કહ્યું
પોલીસ અધિકારી સુધિર નંદનવારે કહ્યું, હત્યામાં સામેલ બંને ઓરોપીઓની ધકપકડ કરી લેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવાશે. હત્યારાએ મહિલાના ગળા અને પીઠ પર ચપ્પાના ઘા ઝીંક્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચપ્પુ પણ મળી આવ્યું છે.