Crime News: ગોંડલના જામવાડીમાંથી મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાની લાશ જામવાડી વિસ્તારમાંથી મળી આવી છે. મહિલાની લાશને લઈને અનેક તર્ક વિતર્ક  સર્જાયા હતા. આ મામલે પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે, મહિલાની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. 


રવિ વઢવાણિયા નામના યુવકે છરી મારી પત્નીની હત્યા નિપજાવી પોતે પણ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લીધો હતો. કિટીપરા વિસ્તારમાં રહેનાર દંપત્તિ દવા લેવા માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. પત્નીની હત્યા નિપજાવી પતિએ શા માટે આત્મહત્યા કરી તે અંગે કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં રાજકોટ માલવીયાનગર પોલીસે મહિલાની હત્યા અને તેમના પતિએ કરેલી આત્મહત્યા અંગે કડી મેળવવા તપાસનો દોર શરુ કર્યો છે.


નવસારી જિલ્લાના રહેવાસીની અમેરિકામાં હત્યા થયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં આજે વહેલી સવારે નવસારીના બિલોમોરાના રહેવાસી પરિવારની હત્યા થઇ છે, ખાસ વાત છે કે, પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા, આ ઝઘડામાં આજે નિવૃત પીએસઆઇ, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. 


મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 15 વર્ષથી નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ જે આ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેઓને ઝઘડો તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો, આ ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ હત્યાની ઘટના બાદ મૃતક દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી હતી.