Gir Somnath Crime News: ગીર સોમનાથના ઉના નજીકના સનખડા ગામે પ્રેમ પ્રકરણ બાદ મૈત્રી કરાર બાદ દોલુભા ઝાલા નામના શખ્સપર તેમના જ બે સગા ભાઈઓ સહિત પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા દોલુભાનું મોત નીપજતા મામલો ખુનમાં પલટાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.

બનાવની વિગત મુજબ, સનખડા ગામે રહેતા દોલુભા ઝાલાને મહીલા જીતુબા ઉર્ફે જીજ્ઞા કનુભાઈ ઝાલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પરણીત હતા તથા બંનેને સંતાનો પણ હતા. આ પ્રેમ પ્રકરણમાં દોલુભા અને જીજ્ઞા બંને ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓએ મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરાર કર્યા બાદ તે પરત ઉના વિસ્તારમાં આવેલા ત્યારે તારીખ 12 ના રોજ દોલુભા અને જીજ્ઞા બંને ઉનાના માણેકપુર રોડ પર જતા હોય ત્યારે કોઈ પણ સમયે દોલુભા ઉપર આ પાંચ આરોપીઓ તૂટી પડ્યા હતા. જેમાં જીજ્ઞાને પણ ઇજાઓ થઈ હતી.  આ ઘટનામાં દોલુભાનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.




હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દોલુભાનું મોત


દોલુભા અને જીજ્ઞા મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા.  જેથી જીજ્ઞાનો પતિ કનુ ઝાલા, જીલુ ભીમા,  કથુ ઝાલા તથા વિક્રમ ઝાલા તેમજ વિજય ગોહિલ વગેરે પાંચ શખ્સોએ મળીને દોલુભા પર એક સંપ કરી અને હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ, લાકડીઓ વડે દોલુભા પર હુમલો કરતા હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું.




પોલીસે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધા
 
આ બનાવમાં મૈત્રી કરાર કરેલા ફરિયાદી મહિલા જીતુ બા ઉર્ફે જીગ્ના કનુભાઈ ઝાલાએ નવા બંદર મરીન પોલીસમાં તેમના પતિ કનુ, દિયર જીલુ તેમજ મૃતકના બે સગા ભાઈઓ તેમજ  વિજય ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચે આરોપીઓને ઝડપી લઇ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial