વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.મેફેડ્રોનના કોમર્શિયલ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન  શખ્સ ઝડપાયો હતો. નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સો સામે  પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મુંબઈથી મેફોડ્રોનનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં વેચાણ કરતો હોવાની હકીકત સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.




 


Surat: આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવતી સુમેરાને ઘરે પહોંચી ATS,4 મોબાઈલ જપ્ત, તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી


સુરત: ગુજરાત એટીએસની ટીમએ સુરતમાં ધામા નાખ્યા છે. આતંકી સુમેરાને ગુજરાત એટીએસની ટીમ સુરત આવી હતી. આ ટીમ સૈયદપુરા વિસ્તારમાં આવેલા સુમેરાના ઘરે પહોંચી હતી. ફિદાઇન હુમલાને લઈ અડધો કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ફિદાઇન હુમલો કરવામાં કોની કોની મદદ લેવાની હતી તે તપાસવામાં આવ્યું હતું.


આ તપાસ દરમિયામ સુમેરા પાસેથી 4 મોબાઈલ મળી આવ્યા હતા. મોબાઈલ જપ્ત કર્યા બાદ તેના કોન્ટેક્ટ્સ તપાસવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે, સુમેરા અફઘાનિસ્તાન ISKP હેડ ક્વાટર જવાની હતી. પોતાના બન્ને બાળકો સાથે અફઘાનિસ્તાન જવાની હતી  ગુજરાત ATS એ સુમેરા હનીફ મલેકનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. સુમેરા પોરબંદરથી અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હોવાની માહિતી સામે આવી છે. પોરબંદરમાં બોટમાં કામદાર બની અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતી  સુમેરા. પોરબંદરથી 3 લોકોની ધરપકડ કરાઈ છે.


ભારત પર હુમલાનો હતો ઈરાદો?


આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી  મહિલાને ઝડપી લેવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ‘ સુમેરા નામની મહિલાની અટકાયત કરીને Ats પોરબંદર લઈ ગઈ. પોરબંદરમાં પણ એટીએસે એ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે લોકોની અટકાયત કરાઈ હતી. જેમની પૂછપરછ માં સુરતની મહિલાનું નામ બહાર આવ્યું હતું.



બે સંતાનોની માતા પિતાને આવી હતી મળવા

સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે. મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે.  એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં લગ્ન થયા હતા.  બે સંતાનોની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી.










મહિલાની ઈરાન થઈ અફઘાન જવાની યોજના હતી. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે.  અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે, તેઓ પહેલાં ઈરાન ત્યાંથી અફધાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા.  આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા. હાલ ATS ની ઓપરેશનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.