Crime News:જેતપુરના વીરપુરમાં પ્રેમપ્રકરણમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના બની છે. હિતેન બારૈયા નામના યુવકને ધોકા અને પાઇપ વડે માર મારતા હિતેનનું મોત થઇ ગયું છે. યુવતી સાથે ફોન પર વાત કરવાની યુવકને મોતની સજા મળી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો હિતેનઉર્ફ હિતેશ બારૈયા નામનો યુવાન રાજેશ બારૈયા ની દીકરી સાથે ફોન માં વાતચીત કરતો હતો. પિતાને એવી આશંકા હતી કે બંને એકબીજાના પ્રેમ છે . પિતાને આ દોસ્તી કે પ્રેમ સંબંધ મંજૂર ન હતો. તેથી આખરે નવ થી દસ લોકોના ટોળાએ મળીને હિતેનને માર માર્યો અને હિતેનને ગંભીર ઇજા પહોંચતા યુવકનું કરૂણ મોત નિપજ્યું છે.
હિતેન ઉર્ફ હિતેશનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું બાજ તેને સીમ વિસ્તારમાં લઇ જઇને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. રાજેશ બારૈયાની પત્ની જેતપુર તાલુકા પંચાયતની ઉપ પ્રમુખ છે. હિતેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. વીરપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, 8 દિવસથી દરરોજ એક-બે યુવાનના થયા મોત
News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો