Death due to Heart Attack: નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે. રાજકોટમાં વધુ એક યુવાકનનો જીવ હાર્ટ એટેકેને કારણે ગયો છે. શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામના વિપુલ રતિલાલ નામનાં 32 વર્ષના યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

તારીખઃ 21 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જૂનાગઢ

દાંડિયા રાસની પ્રેકટિસ કરતા 24 વર્ષીય

ચિરાગ પરમારનું હૃદયરોગના હુમલાથી મોત

નોંધનીય છે કે, આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહી છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.