Crime:વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી.
વિદેશમાં ફરી એક ભારતીય યુવકની હત્યા થઇ છે. જલાલપોર તાલુકાના વડોલીગામના યુવાની લૂંટારૂઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી દીધી. ન્યુઝલેન્ડના ઓકલેન્ડની દુકાનમાં બે લૂંટારૂ ત્રાટક્યાં હતા અહીં લૂંટારૂઓએ છરીના અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે કયાં હાજર જલાલપોરના યુવક જનક પટેલે લૂંટારૂનો પ્રતિકાર કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ 7થી8 ચપ્પુના ઘા ઝીકીને જનક પટેલન હત્યા કરી દીધી. બાદ બંને લૂંટારૂ ફરાર થઇ ગયા હતા. આ ઘટના બુઘવાર સાંજે 8 વાગ્યે બની હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કારશે. જનક પટેલ ઓકલેન્ડની ડેરીમાં કામ કરતા હતા. ગંભીર રીતે ઘાયેલ જનક પટેલે ડેરીમાંથી ઇમરજન્સી સેવાઓને કૉલ કર્યો હતો. પોલીસે તાબડતોબ મર્ડર કરનાર સ્કેચ જાહેર કર્યાં હતા અને 48 કલાકમાં તેને શોધીને જેલને હવાલે કર્યાં હતા.
મળતી માહિતી મુજબ ભારતીય યુવકના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને તે ન્યુઝીલેન્ડમાં સેટલ થવા માટે મકાન ખરીદવાનું પ્લાનિંગમાં હતા. આઠ મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનની પત્નીની નજર સામે જ લૂંટારુઓ એ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વિદેશમાં થતી ખુલ્લેઆમ લૂંટ અને હત્યાની ઘટનાથી એનઆરઆઈ ઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
Shootings in Brazil:બ્રાઝીલમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 2 શિક્ષક અને 1 વિધાર્થીનું મોત,11ઘાયલ
Shootings in Brazil:દક્ષિણપૂર્વી બ્રાજીલની બે સ્કૂલમાં ફાયરિંગમાં શુક્રવારે બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઇ ગયું જ્યારે 11 લોકો ઘાયલ થઇ ગયા. ગોળીવાર પ્રાથમિક અને મધ્ય વિદ્યાલયમાં થયું હતું.
શુક્રવારે બંદૂકધારી વ્યક્તિએ બ્રાઝિલમાં સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા સચિવાલયના એક નિવેદન મુજબ ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રાઇવેટ સ્કૂલમાં થયું હતું. જેમાં 2 શિક્ષક અને એક વિદ્યાર્થીને ગોળી લાગતા તેનું મોત થયું છે તો અન્ય 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં બુલેટપ્રુફ જેકેટ સાથે બંદુક લઇને એ વ્યક્તિ પ્રવેશ કરતો જોવા મળે છે. શૂટરે તેનો ચહેરો કવર કરી દીધો હતો. બુકાનીધારી શૂટરની ઓળખ કરવામાં તપાસ અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે. તપાસ કરતા અધિકારીઓએ કહ્યું કે, બ્રાઝિલમાં સ્કૂલમાં ફાયરિંગ એક અસામાન્ય ઘટના છે. જો કે તાજેતરમાં આવી ઘટનાની સંખ્યા વધી રહી છે. જે ખૂબ જ ચિંતાજનક ચોકક્સ છે .