Gandhinagar  : રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી નોકરી અને લોનના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. નોકરી અપાવવા તથા લોન ફ્રોડના નામે છેતરતી આંતરરાજ્ય ગેંગના એક શખ્સની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા  ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ  પાસેથી પોલીસે 64 ATM  કાર્ડ, 88 પાનકાર્ડ, 20 બેંકની પાસબુક, 2 સ્વાઇપ મશીન અને 12 મોબાઈલ 80 આધારકાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 બેંકની ચેકબુક, 4 રબર સ્ટેમ્પ અને 27 મોબાઈલ સિમ કાર્ડ કબજે કર્યા છે.


માસ્ટરમાઈન્ડ હીરાલાલ માત્ર નવ ધોરણ ભણેલો 
નવમું ધોરણ પાસ માસ્ટરમાઈન્ડ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે એણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.


કેઈ રીતે કરતો હતો છેતરપિંડી? 
સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવી ને હીરાલાલ તમને ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટ ના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો. ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલ એ બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે.સૌથી મહત્વની બાબત હીરાલાલ દાસ નામના આ માસ્ટરમાઈન્ડ આરોપી સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ આગળના દિવસોમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી કબૂલાત કરાવશે.


64 ATM કાર્ડ, 88 પાનકાર્ડ, 61 બેંકની ચેકબુક જપ્ત 
હીરાલાલ દાસની ધરપકડ કર્યા બાદ તેની  પાસેથી પોલીસે 64 ATM  કાર્ડ, 88 પાનકાર્ડ, 20 બેંકની પાસબુક, 2 સ્વાઇપ મશીન અને 12 મોબાઈલ 80 આધારકાર્ડ, 13 ચૂંટણી કાર્ડ, 61 બેંકની ચેકબુક, 4 રબર સ્ટેમ્પ અને 27 મોબાઈલ સિમ કાર્ડ કબજે કર્યા છે.આ પ્રકારનો મુદ્દામાલ કબજે થયા બાદ પોલીસને પણ આશંકા છે કે ગાજીયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી રહી હતી.


21 દિવસની જહેમત બાદ આરોપી જબ્બે 
ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો.સતત 21 દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખીને સમગ્ર ગુનાના માસ્ટર માઇન્ડ હીરાલાલ દાસની ધરપકડ કરાઈ.


મજૂર, સામાન્ય વર્ગના લોકોને બનાવ્યાં શિકાર 
હીરાલાલ દાસ આ પ્રકારના ગુનામાં કેવી રીતે સંડોવાયો એની તપાસ કરતાં પોલીસના ધ્યાને એક વાત આવી. હીરાલાલ જાતે પોતે લોન લેવાની હોવાથી બેંકમાં એપ્લિકેશન આપી પરંતુ બેંક તરફથી પૂરતી લોન ન મળવાના કારણે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે હીરાલાલ દાસે એવો રસ્તો અજમાવ્યો કે સામાન્ય પરિવારના તેમજ મજૂરીકામ કરતા લોકોને શિકાર બનાવ્યા. પોલીસ દ્વારા હીરાલાલ દાસના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.