હિંમતનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દિલ્હીથી મોટા નેતાઓની અવર જવર પણ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પક્ષ પલટાની મોસમ પણ ચાલી રહી છે. ત્યારે આ કડીમાં હિંમતનગર સર્કિટ હાઉઝ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે, તેઓ ઇડર ખાતેના વણકર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે બે મિનિટ જેટલા સમય રોકાયા હતા અને સમાજના કાર્યક્રમાં હાજરી આપવા રવાના થયા હતા.


 



 હાર્દિકની ભાજપ પ્રવેશની અટકળો ફરી એકવાર કેમ બની તેજ?


રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે. 


બે પાટીદાર નેતાઓની ટૂંક સમયમાં મીટીંગ મળશે. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. 


SC On Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર સ્ટે મૂક્યો છે એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 124A પર સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ અને જ્યાં સુધી તેના પર પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદા હેઠળ આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં. આ સાથે જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.


ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું- કેન્દ્ર સરકાર આ કાયદા પર વિચાર કરશે. અરજીકર્તાઓએ કહ્યું કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે હનુમાન ચાલીસા કેસમાં રાજદ્રોહની કલમો લગાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ કલમ હેઠળ કેસ નોંધવો યોગ્ય રહેશે નહીં.