વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલા યુવતીના મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલા યુવતીના મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે બે પ્રેમીઓએ પ્રેમિકાની હત્યા કરી હતી. મૃતક યુવતી અને આરોપીઓ ઉત્તર પ્રદેશના છે. અજય યાદવ અને ઉદયરાજ શુક્લ સાથે એક જ સમયે યુવતીના પ્રેમ સંબંધ હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અજય યુવતીને પદમલા બ્રિજ પાસે લાવ્યો હતો અને ઉદયરાજે ગળેટૂંપો આપીને યુવતીની હત્યા કરી હતી.


આરોપી બંન્ને પ્રેમીઓની છાણી પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેનાથી ધરપકડ કરી હતી. યુવતી મૂળ ઉત્તરપ્રદેશની વતની હતી અને તે પરિણીત હતી. તેના ગામમાં રહેતા અજય યાદવ અને ઉદયરાજ શુક્લ સાથે તેને પ્રેમ સંબંધ હતા. પરિણીત યુવતીને ભગાડીને અજય વડોદરા લાવ્યો હતો. અજય યાદવ યુવતીને લઈને પદમલા ગામના બ્રિજ નીચે પહોંચ્યો હતો. બાદમાં આવેલા ઉદયરાજે ગળું દબાવીને યુવતીની હત્યા કરી હતી


Crime News: રાજસ્થાનમાં થયો શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પ્રેમિકાથી છુટકારો મેળવવા પ્રેમીએ કર્યો આવો ખતકનાક કાંડ


Rajasthan Crime News: રાજસ્થાનના નાગૌરમાંથી એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીંના એક યુવક પર તેની પ્રેમિકાની હત્યા કરીને તેના ટુકડા કરવાનો આરોપ છે. પોલીસ સામે આરોપીએ આપેલા નિવેદન મુજબ યુવતિના મૃતદેહના કેટલાક ભાગો મળી આવ્યા છે.  હવે પોલીસ આ આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રેમીએ કથિત રીતે તેની પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે તેની હત્યા કરી હતી. લોકો આ ઘટનાને દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવી ગણાવી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


ગર્લફ્રેન્ડના શરીરના ભાગો પોલીસે કર્યા કબ્જે


22 જાન્યુઆરીએ નાગૌરના શ્રીબાલાજી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલાસરમાંથી એક પરિણીત મહિલા ગુમ થઈ ગઈ હતી. હત્યા બાદ આરોપીઓએ તેના મૃતદેહના ટુકડા અલગ અલગ જગ્યાએ મુકી દીધા હતા. નાગૌરના બલવા રોડ પાસે એક નિર્જન સ્થળેથી પોલીસે આરોપીની ઓળખ પર મહિલાના શરીરના કપડાં, વાળ અને કેટલાક અવશેષો મેળવી લીધા હતા.


પોલીસ મૃતદેહના તમામ ટુકડાઓ મેળવી શકી નથી