Jharkhand Crime News: ઝારખંડના જમીન કારોબારી તપન દાસની હત્યા મામલે પત્ની સહિત ત્રણને કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ મામલે જજે મૃતકની પત્ની શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાની, તેના પ્રેમી સુમિત સિંહ અને સાથી સોનુને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટ આ ઉપરાંત તમામને પાંચ-પાંચ હજારનો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધારે સજા કાપવી પડશે. આ મામલે તત્કાલીન એએસપી કુમાર ગૌરવ સહિત 10 લોકોની સાક્ષી થઈ હતી.
હાલ મૃતકની પત્ની શ્વેતા રાની હજારીબાગ જેલમાં બંધ છે, જ્યારે અન્ય આરોપીઓ બીજી જેલમાં છે. શમશેર રેસીડેંસીમાં રહેતા અને જમીન કારોબારી તપન દાસની હત્યા તેની પત્નીએ પ્રેમી તથા સાથીઓ સાથે મળીને કરી હતી. હત્યા કર્યા બાદને લાશને ફ્રિજમાં રાખીને 13 જાન્યુઆરીએ ઓટોથી એમજીએમ પોલીસ સ્ટેસનના બડાબાંકીની ઝાડીમાં નાંખી દીધી હતી.
મૃતદેહ મળ્યા બાદ શ્વેતા દાસે એમજીએમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાનીએ જ પ્રેમી સુમિત સિંહની મદદથી પતિની હત્યા કર્યુ હોવાનું સામે આવ્યું હતું. રેસીડેંસીમાં લાગેલા સીસીટીવીની મદદથી હત્યાનું રહસ્ય ખૂલ્યું હતું. સીસીટીવીમાં કેટલાક યુવકો ફ્લેટમાં આવતાં તથા ટેમ્પોમાં ફ્રીઝને લઈ જતાં જોવા મળ્યા હતા. જ્યારે મહિલાને ફ્રિઝ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા પરંતુ બાદમાં ગુનો કબૂલી લીધો હતો.
પ્રેમિકા સાથે યુવક સાસરીમાં મધરાતે માણી રહ્યો હતો શરીર સુખ ને પકડાઈ ગયો, લોકોએ ખૂંટે બાંધીને આંખોમાં તેજાબ નાંખ્યો ને....
બિહારના સુપૌલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલા ટોલની આ ઘટના છે. શનિવારે રાત્રે પરિણીત મહિલાને મળવા આવેલા પ્રેમીને ગ્રામજનોએ રંગે હાથ પકડ્યો હતોમોડીરાત્રે મળવા આવેલા યુવકને ખૂંટે બાંધીને પહેલા માર માર્યો હતો. ત્યારપછી તેની આંખોમાં એસિડનો છંટકાવ કર્યો હતો. જોકે, આ દરમિયાન કોઈએ સ્થાનિક પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.
પોલીસે ઘાયલ યુવકને ભીડમાંથી બચાવ્યો અને પછી તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. ઘાયલ યુવકની ઓળખ પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાથરા દક્ષિણ પંચાયતના રહેવાસી સિકંદર મંડલ તરીકે થઈ છે. બે દિવસ પહેલા રાત્રે તે બેલા ટોલના રહેવાસી ગીતા દેવીને મળવા ગયો હતો. જો કે, જ્યારે ગીતા દેવીના પરિવારજનોને આ વાતની જાણ થઈ તો પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી. ત્યારબાદ આંખોમાં એસિડ નાંખવામાં આવ્યું હતું.
પીડિત યુવક સિકંદર મંડલનું કહેવું છે કે તે ગીતા દેવીને આધાર કાર્ડ આપવા ગયો હતો. દરમિયાન તેના પરિવારજનોએ તેને માર માર્યો હતો અને તેની આંખોમાં એસિડ નાખ્યો હતો. જો કે, જ્યારે આ મામલામાં સુપૌલના એસપી ડી.અમર્કેશને પૂછવામાં આવ્યું તો તેમણે યુવકની આંખોમાં એસિડ નાખવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
એસપીએ કાંડમાં આરોપીની ધરપકડ માટે એસડીપીઓ ઈન્દ્રકુમારના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસપીએ કહ્યું, તાત્કાલિક કાર્યવાહી કરીને અશોક શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવાશે.