ગૂગલ મેપ્સની મદદથી એટીએમ લૂંટતી ગેંગ ઝડપાઇ, દર 50 કિ.મી.એ બદલતા હતા ગાડીઓની નંબર પ્લેટ
પોલીસે જણાવ્યું કે, આ લોકો દર 50 કિલોમીટર પર ગાડીઓની નંબર પ્લેટ બદલી લેતા હતા. બિહારમાં યુપીની નંબર પ્લેટ લગાવતા હતા અને યુપીમાં હરિયાણાની. આ રીતે આ ગેંગ કેટલાય સમયથી એટીએમને નિશાન બનાવતી હતી. ગૂગલ મેપ્સ દ્વારા લૂટ કરવાવાળી આ ગેંગ હવે જેલના સળીયા પાછળ છે.
પોલીસે આરોપીઓના કબ્જામાંથી અઢી લાખ રોકડા, 5 તમંચા અને એટીએમ કાપવાનું મશીન જપ્ત કર્યું છે. આ લોકો ગૂગલ મેપ્સના માધ્યમથી હાઇવે પર એટીએમને શોધતા હતા. દરેક વારદાત માટે આ લોકોની 2-3 ગેંગ કામ કરતી હતી જેથી કોઇને આના પર શક ના જાય.
પોલીસે આ ગેંગની પાસેથી બે સ્કૉર્પિયો અને એક ટ્રક જપ્ત કર્યો છે. આ ગેંગ લાતુર, બેંગ્લુરું તથા જમશેદપુરમાંથી પણ ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. એસએસપીની સ્વાટ ટીમ, ચકેરી ઇન્સ્પેક્ટર અને એડીજીની સર્વિલન્સ ટીમે આ એટીએમ કટર ગેંગને ઝડપી પાડી છે.
કાનપુરના એસપી ઇસ્ટ અનુરાજ આર્યાએ જણાવ્યું કે, 8 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેમાં બે મહિલાઓ છે. આ ગેંગને કુરેશી ગેંગના નામે ઓળખવામાં આવે છે. આ ગેંગ હરિયાણા અને રાજસ્થાનના વિસ્તારોમાં કામ કરે છે. આ ગેંગ પોતાની સાથે દસ ટાયરવાળો ટ્રક અને ગાડીઓ લઇને આવે છે.
કાનપુરઃ કાનપુર પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે હાઇવે પરના એટીએમને પોતાનું નિશાન બતાવતી હતી, આ ગેંગના લોકો ગૂગલ મેપ્સની મદદથી એ જાણી લેતા હતા કે એટીએમ ક્યાં છે અને પછી ગેસ કટરથી તેને કાપીને તેમાં મુકેલા રૂપિયા કાઢી લેતા હતા. આ લોકોએ કાનપુરના ચકેરી વિસ્તારમાં 16 લાખ રૂપિયાની ચોરી કરી હતી.